૧૮થી ૨૪ જૂન દૃરમિયાન ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા
રાજ્યમાં ચોમાસાના આગમનન્ો લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, હાલમાં ગુજરાતથી ચોમાસુ અંદૃાજે ૨૫૦ કિ.મી. દૃૂર છે. આગામી તા.૧૮થી ૨૪ જૂન દૃરમિયાન ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ચોમાસુ ગુજરાત તરફ આગળ વધવાન્ો લઇ અનુકૂળ પરિસ્થિતિ બની શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ૧૮ જૂન સુધી વિવિધ ભાગોમાં વરસાદૃની સંભાવના છે. બીજી તરફ અમદૃાવાદૃ સહિતના શહેરોમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત રહૃાું છે. અમદૃાવાદૃ શહેરમાં આજે સૌથી વધુ ૪૨.૭ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડિગ્રી, ભાવનગરમાં ૪૧.૪ ડિગ્રી, વડોદૃરામાં ૪૦.૪ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૨.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં ૪૦.૯ ડિગ્રી, અમરેલીમાં ૩૯.૩ ડિગ્રી અન્ો સુરતમાં ૩૫.૧ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.
