લીપફ્રોગ એન્જિનિયરિંગ રૂા.88.51 કરોડના SME IPO સાથે બજારમાં પ્રવેશ કરશે; સબ્સ્ક્રિપ્શન 17 જૂનથી ખુલશે

બેંગલુરુ સ્થિત EPCC કંપની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે જાહેર બજારમાં પ્રવેશી રહી છે

બેંગલુરુ સ્થિત એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટર લીપફ્રોગ એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડ હવે શેરબજારમાં પ્રવેશ કરવા જઈ રહી છે. કંપનીએ BSE SME પ્લેટફોર્મ પર પોતાના ઈંઙઘ માટે 17 થી 19 જૂનનો સમયગાળો નક્કી કર્યો છે. શેરનો ભાવ પ્રતિ શેર રૂા.21 થી રૂા.23 રાખવામાં આવ્યો છે. કંપની આ IPO દ્વારા કુલ રૂા.88.51 કરોડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. તેમાંમાંથી રૂા.79.60 કરોડ 3.46 કરોડ નવા શેરોના ઇશ્યૂ દ્વારા આવશે, જ્યારે રૂા.8.91 કરોડ હાલના શેરધારકો દ્વારા ઓફર ફોર સેલ તરીકે આવશે. લિસ્ટિંગ પછી પ્રમોટર્સની હિસ્સેદારી લગભગ 67 ટકા રહેશે.
ઈંઙઘમાંથી મળનાર નાણાંનો ઉપયોગ
ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી મોટાભાગની રકમનો ઉપયોગ સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવ્યો છે. અંદાજે રૂા.27 કરોડ બેંગલુરુના યેલેનહલ્લી વિસ્તારમાં નવા એસેમ્બલી પ્લાન્ટના નિર્માણ માટે ખર્ચવામાં આવશે, જ્યારે રૂા.36 કરોડ કંપનીની વર્કિંગ કેપિટલ જરૂરિયાતોને મજબૂત બનાવવા માટે વપરાશે. બાકીની રકમ ઇશ્યૂ સંબંધિત ખર્ચ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રાખવામાં આવશે. નવો પ્લાન્ટ માત્ર ઉત્પાદન ક્ષમતા વધારવા માટે જ નહીં, પરંતુ પેનલ એસેમ્બલી માટે બાહ્ય વેન્ડરો પરની નિર્ભરતા ઘટાડવા માટે પણ મહત્વપૂર્ણ રહેશે. વધતા નિકાસ ઓર્ડરો વચ્ચે આ નિર્ભરતા કંપની માટે લાંબા સમયથી એક પડકારરૂપ મુદ્દો રહી છે.

રિલેટેડ ન્યૂઝ