જેતપુરની દેસાઇ વાડી નજીક ભરાતી બજારથી સ્થાનિક લોકોને હેરાનગતિ

વહેલી તકે બજાર અન્યત્ર ખસેડવા પાલિકામાં રહેવાસીઓની રજુઆત

જેતપુરમાં બોસમીયા કોલેજ સામે દેસાઈ વાડીમાં વર્ષોથી શાકભાજી માર્કેટને કારણે આ વિસ્તારના રહેવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડતી હોય આ શાકભાજી ની બજાર દૂર કરવા માગણી કરી છે
વિગત એવી જાણવા મળે છે કે જેતપુરના બોસ્મીયા કોલેજ સામે દેસાઈ વાડી વિસ્તારમાં વર્ષોથી શાકભાજીવાળાઓ શાક વેચવા માટે બેસતા હોય છે લારીઓ રાખીને શાકભાજી વેચતા હોય છે તેને લીધે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ થાય છે ગંદકી થાય છે તથા રખડતા ઢોરના ત્રાસ ને લીધે આ વિસ્તારના રહેવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે શાકભાજી ખરીદ કરવા આવતા લોકો આડેધડ પાર્કિંગ કરતા હોવાથી પણ આ વિસ્તારના રહેવાસીઓને તેઓની સાથે માથાકૂટ થાય છે ઝઘડો થાય છે. મારામારી થાય છે પોતાના વાહનો પણ ઘરની અંદરથી કાઢી શકતા નથી વગેરે અનેક સમસ્યાઓ ઊભી થાય છે અત્યાર સુધી આ વિસ્તારના રહેવાસીઓ આ બધી મુશ્કેલી સહન કરતા આવ્યા છે અનેક વખત નગરપાલિકામાં અહીંથી આ શાક માર્કેટ ખસેડવા માટે રજૂઆત કરી છે તેમ છતાં કોઈ ધ્યાન દેતું નથી તેથી આજે આ વિસ્તારના રહેવાસીઓએ ઉગ્ર બની નગરપાલિકામાં અધિકારીને આવેદનપત્ર આપેલ છે જો 15 દિવસમાં આ શાક માર્કેટ દૂર નહીં થાય તો ઉઘરા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આ વિસ્તારના રહેવાસીઓની વાત સો ટકા સાચી છે તેમના બાળકો બહાર રમી શકતા નથી કે બહેનો બહાર બેસી શકતા નથી આ શાકભાજી વાળાઓ જ્યારે ઝઘડો કરતા હોય ત્યારે ગાળો બોલતા હોય છે તેને લીધે આ વિસ્તારના બહેનોને ખૂબ જ હાલાકી સહન કરવી પડે છે.
તેથી જેતપુર ની બોસમિયા કોલેજ સામે દેસાઈ વાડીમાં લારી ગલ્લા લઈને ઉભા રહેતા અને બેસતા શાકભાજીવાળાઓની બજાર દૂર કરવાની માંગ યોગ્ય હોવાનું લોકો કહે છે.

રિલેટેડ ન્યૂઝ