પરમ ગુરુદેવની પ્રેરણાથી, સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના મનુભાઈ અને રીકાબેન શાહ (ઞજઅ)ના સહયોગથી અર્હમ ગ્રુપ દ્વારા ભારતભરમાં અલગ અલગ વિસ્તારોમાં 1500 જેટલાં પરિવારોને કબાટ અર્પણ થયેલ
દેશમાં એવા અનેક પરિવારો છે, જેઓ પોતાના આવાસ માટેની નાની જગ્યામાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે અને સાથે પોતાની જીવન જરૂરિયાતની કિંમતી તથા ઉપયોગી વસ્તુઓ જેવી કે કપડાં, બાળકોના ચોપડા, નાની-મોટી ચીજવસ્તુઓ અથવા રોકડ રકમ સુરક્ષિત રીતે રાખવા કોઈ યોગ્ય વ્યવસ્થા ધરાવતા નથી. જેના કારણે ઘણી વખત ચીજવસ્તુઓને નુકસાન થતું હોય છે. આવા પરિવારોની આ ચિંતા દૂર કરવાની શુભ ભાવના સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી દેશ-વિદેશમાં માનવ સેવા અને જીવદયાના અનેક પ્રકલ્પો સતત ચાલી રહ્યા છે. તે અંતર્ગત અર્હમ યુવા સેવા ગ્રુપ અમરેલી દ્વારા સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઈ અને રીકાબેન શાહ (ઞજઅ)ના સહયોગથી તા. 07 જુન, રવિવાર ના રોજ સ્થાનકવાસી જૈન મહાજન વાડી, લાઇબ્રેરી રોડ અમરેલી ખાતે મહાનુભાવો ની ઉપસ્થિતિમાં અમરેલી તેમજ આસપાસમાં રહેતા 27 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને કબાટ અર્પણ કરવામાં આવેલ ઉપરાંત અત્યાર સુધીમાં ભારતભરમાં અંધેરી,રાયપુર, મીરારોડ, કાંદિવલી, કોપરખેરાણ, દહિસર, આકોલા,મોરબી,ભાવનગર, અમદાવાદ,જેતપુર, રાજકોટ, ભુજ જેવા અલગ અલગ વિસ્તારોમાં થઈને કુલ 1500 જેટલા પરિવારોને કબાટ અર્પણ કરી, માનવતાનો એક અનોખો પ્રકલ્પ કરવામાં આવેલ
