ના, ભારત તૈયાર નહી થાય: વેન્સના પ્રસ્તાવને ટ્રમ્પે ફગાવ્યો હતો

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં લાંબા સમયથી જે રીતે એકબીજા પર હુમલા ચાલુ છે તેમાં આ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપીને જે વિસ્તારો વિવાદીત છે ત્યાં ભારત અને સાઉદી અરેબીયાના દળોને શાંતિરક્ષક દળ તરીકે તૈનાત કરવા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સના પ્રસ્તાવને પ્રમુખ ટ્રમ્પે એમ કહીને નકારી કાઢયો હતો કે યુક્રેન-રશિયા વચ્ચે સેના મોકલવા ભારત સંમત થશે નહી.
હાલમાં જ રિલીઝ થયેલા એક પુસ્તક રીજીમ ચેઈન્જના જણાવ્યા મુજબ યુક્રેન યુદ્ધ કઈ રીતે અટકાવવું તે પ્રમુખ ટ્રમ્પ અને ઉપપ્રમુખ વેન્સ વચ્ચે જબરા મતભેદો છે અને તેમાં દાવો કર્યો કે ટ્રમ્પે શપથ લીધાના 10 દિવસમાં જ આ અંગે હાઈલેબલ મીટીંગ યોજાઈ હતી જેમાં ઉપરાષ્ટ્રપતિ વેન્સે ભારત અને સાઉદી અરેબીયાનું શાંતિરક્ષક દળ તૈનાત થાય તે કરેલુ સૂચન ટ્રમ્પે નકારી કાઢતા કહ્યું કે ભારત તેમાં સંમત નહી થાય તે પ્રકારના અભિયાનમાં પૈસા ખરચવા તૈયાર નહી થાય. આ પ્રસ્તાવ અનુસાર બંને દેશોની સેના જે સ્થળે તૈનાત છે ત્યાં અટકી જશે અને વચ્ચે શાંતિરક્ષક દળ મુકવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ