યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યો માટે નાયબ મુખ્યમંત્રી દ્વારા રૂા.૩.૨૮ કરોડથી વધુના વિકાસ કામોને મંજૂરી અપાઇ

રાજ્યામાં પ્રવાસીઓની સુવિધા અને આસ્થાના કેન્દ્રોના વિકાસ માટે લેવાયા મહત્વના નિર્ણયો

ગુજરાતને વૈશ્ર્વિક પ્રવાસન નકશા પર વધુ મજબ્ાૂત બનાવવા અને રાજ્યના પવિત્ર યાત્રાધામો ખાત્ો આવતા લાખો શ્રધ્ધાળુઓની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપ્ાૂર્ણ કદૃમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે વિવિધ મહત્વની દૃરખાસ્તોન્ો મંજૂરી આપી છે. પ્રવાીઓ અને શ્રધ્ધાળુઓન્ો શ્રેષ્ઠત્તમ સુવિધાઓ મળી રહે ત્ો હેતુથી આજે વિવિધ પ્રવાસન પ્રોજેકટ્સ અને આસ્થાના કેન્દ્રોના વિકાસ કાર્યોન્ો વહીવટી મંજૂરી આપવામાં આવી છે. કોસંબા ખાત્ોના શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામીનારાયણ મંદિૃરમાં સુવિધાઓ ઉમેરવા માટે, ડાંગ જિલ્લાના સાપુતારા પ્રવાસન સ્થળે પ્રવાસીઓના આકર્ષણ સમાન સનરાઇઝ અને સનસ્ોટ પોઇન્ટ પર જતા રસ્તા માટે ગ્રાન્ટ મંજૂર કરાઇ છે. ઉપલેટા ખાત્ો સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિૃર ખાત્ો ગ્રીન એનર્જીન્ો પ્રોત્સાહન આપવા માટે સોલર રૂફ ટોપ પ્રોજેકટ મંજૂર કરાયો છે. જ્યારે અમદૃાવાદૃ જિલ્લાના ભોંયણી ખાત્ો આવેલા શ્રી મલ્લીનાથજી મહારાજ ઐતિહાસિક જૈન તીર્થ ખાત્ો યાત્રીકોની સુવિધા માટે પણ ખર્ચ મંજૂર કરાયો છે. વડોદૃરા જિલ્લાના શ્રી સિધ્ધનાથ મહાદૃેવ મંદિૃરના પૌરાણિક મંદિૃરના મુખ્ય જીણોદ્વાર, બોરવેલ કોટા સ્ટોન ફલોરીંગ, સુશોભન દૃરવાજા અન્ો ઇલેકટ્રીફીકેશન સહિતના વિવિધ વિકાસ કામો માટે પણ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ