દિલ્હીને ધ્રુજાવવાનુ કાવતરૂ નિષ્ફળ:૪ ત્રાસવાદી ઝડપાયા

આઇએસઆઇ સમર્થિત આતંકી મોડ્યુલનો પર્દૃાફાશ

વિદૃેશી હથિયારો મળ્યા:પાકિસ્તાની હેન્ડલરના ઇશારે ધર્મસ્થાનો તથા પોલીસ સ્ટેશનોની રેકી કરીન્ો વીડિયો પાકિસ્તાન મોકલતા હતા

દિૃલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાજ્યીય ઓપરેશનમાં પાકિસ્તાનની એજન્સી ૈંજીૈં સમર્થિત આતંકવાદૃી અને હથિયાર તસ્કરી નેટવર્કનો પર્દૃાફાશ કર્યો છે.
પોલીસે આ કેસમાં પંજાબ અને દિૃલ્હીથી ચાર આતંકીઓની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાની હેન્ડલરના ઈશારે રાજધાની દિૃલ્હીને હચમચાવી નાખવાનું કાવતરું ઘડી રહૃાા હતા. પકડાયેલા આતંકીઓ પાસેથી તુર્કી મેડ જિગાના પિસ્તોલ સહિત બે વિદૃેશી પિસ્તોલ, નવ કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
સ્પેશિયલ સેલના ડીસીપી પ્રવીણ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, એસીપી વિવેક કુમાર ત્યાગી, ઇન્સ્પેક્ટર સતીશ રાણા અને ઇન્સ્પેક્ટર અશોકની ટીમને ટેક્નિકલ અને ખુફિયા ઇનપુટ મળ્યા હતા કે પાકિસ્તાનમાં બેઠેલો ૈંજીૈં હેન્ડલર શાહઝાદૃ ભટ્ટી પોતાના સાથીઓ સાથે મળીને દિૃલ્હી-દ્ગઝ્રઇમાં કોઈ મોટી આતંકી ઘટના અંજામ આપવાની તૈયારીમાં હતો. આ માટે તેણે પંજાબના સ્થાનિક યુવાનોને પોતાના જાળમાં ફસાવ્યા હતા.
પ્રારંભિક તપાસ બાદૃ સ્પેશિયલ સેલે ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી. ત્યારબાદૃ દિૃલ્હી અને પંજાબમાં અનેક સ્થળોએ તાબડતોડ દૃરોડા પાડવામાં આવ્યા. સૌથી પહેલા પંજાબના અમૃતસર (મજીઠા રોડ)થી શુભદૃીપ િંસહ ઉર્ફે વિશાલની ધરપકડ કરવામાં આવી. તેની પાસેથી એક સેમી-ઓટોમેટિક પિસ્તોલ, પાંચ કારતૂસ અને બે મોબાઇલ મળ્યા. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, તે શાહઝાદૃ ભટ્ટી નેટવર્કના પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં હતો અને ડ્રોનના માધ્યમથી હથિયાર તેમજ ડ્રગ્સની ખેપ મેળવતો હતો.
શુભદૃીપ પાસેથી મળેલી માહિતીના આધારે પંજાબમાંથી તેના બે અન્ય સાથીઓ ગુરજંત િંસહ ઉર્ફે ઋષિ અને સાજન િંસહ ઉર્ફે હનીને પકડી પાડવામાં આવ્યા. તેમની પાસેથી ‘જિગાના પિસ્તોલ અને ચાર કારતૂસ જપ્ત કરવામાં આવ્યા. ત્યારબાદૃ આગળ કાર્યવાહી કરતાં પોલીસે ગગનપ્રીત નામના ચોથા આતંકીની દિૃલ્હીથી ધરપકડ કરી. તેના મોબાઇલમાંથી અનેક આપત્તિજનક પુરાવા મળ્યા છે.
પકડાયેલા આરોપીઓમાંથી ગગનપ્રીતને પાકિસ્તાની હેન્ડલર્સે અત્યંત જોખમી કામ સોંપ્યું હતું. તેણે દિૃલ્હીમાં પોલીસ સ્ટેશનો, પોલીસ ચોકીઓ અને મુખ્ય ધાર્મિક સ્થળોની રેકી કરી લીધી હતી અને તેના વીડિયો બનાવીને પાકિસ્તાન મોકલ્યા હતા. તેને દિૃલ્હીમાં કોઈ સ્થળે તાબડતોડ ફાયિંરગ કરીને આતંક ફેલાવવાનું પણ ટાસ્ક આપવામાં આવ્યું હતું.

અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું પાકિસ્તાનનું ષડયંત્ર

પાકિસ્તાન સ્થિત આતંકવાદૃી હેન્ડલર્સ અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે સાંબા અને કઠુઆ સેક્ટરમાં ડ્રોન દ્વારા શસ્ત્રો ફેંકવાનું કાવતરું ઘડી રહૃાા છે. આ ગુપ્ત માહિતી બાદૃ સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. મ્જીહ્લ અને પોલીસ આંતરરાષ્ટ્રીય સરહદૃ પર દૃેખરેખ અને શોધ કામગીરી ચલાવી રહી છે. કોઈપણ આતંકવાદૃી કાવતરાને નિષ્ફળ બનાવવા માટે યાત્રા માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે. અમરનાથ યાત્રાના પ્રારંભ સાથે સુરક્ષા એજન્સીઓને મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી મળી છે. અહેવાલો સૂચવે છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદૃી હેન્ડલર્સ જમ્મુ વિભાગમાં આંતરરાષ્ટ્રીય સરહદૃ પર આવેલા સાંબા અને કઠુઆ સેક્ટરમાં ડ્રોનનો ઉપયોગ કરીને શસ્ત્રો અને દૃારૂગોળો ફેંકવાનું કાવતરું ઘડી રહૃાા છે. આ ઇનપુટ બાદૃ, સરહદૃ પર તહેનાત સુરક્ષા એજન્સીઓ અને સુરક્ષા દૃળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ