ઉત્તરપ્રદૃેશ સરકારન્ો એક સપ્તાહમાં સીટ રીપોર્ટ રજુ કરવા આદૃેશ:સોમવારે ફરી સુનાવણી
અયોધ્યાના રામ મંદિૃરમાં દૃાનની ચોરીના મામલે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું ભર્યું છે. કોર્ટે આ મામલે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે અને એક અઠવાડિયામાં આખા મામલાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદૃેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં કહૃાું કે, અમે સમજી શકીએ છીએ કે હાલ તપાસ ચાલી રહી છે. આ સાથે જ કોર્ટે ઉત્તર પ્રદૃેશ સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલી જી્ંૈ(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)નો સ્ટેટસ રિપોર્ટ પણ મંગાવ્યો છે. હાલ સુરક્ષા અને ગુપ્તતાના કારણોસર આ રિપોર્ટની નકલ અરજીકર્તાઓને આપવામાં નહીં આવે અને તેને સીલબંધ પરબિડીયામાં જ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ચીફ જસ્ટિસ(ઝ્રત્નૈં) સૂર્યકાંતની બેંચ દ્વારા આ મામલે દૃાખલ થયેલી ચાર અરજીઓ પર સુનાવણી શરૂ કરવામાં આવી છે, જેની આગામી સુનાવણી સોમવારે (૨૦ તારીખે) હાથ ધરાશે.
રામ મંદિૃરમાં દૃાન તરીકે આવેલા દૃાનની ચોરીના આ ગંભીર મામલામાં હવે હિન્દૃુ ધર્મ પરિષદૃ પણ સુપ્રીમ કોર્ટના શરણે ગઈ છે. સંસ્થાએ માંગ કરી છે કે આ કથિત દૃાન ચોરીની તપાસ સુપ્રીમ કોર્ટની સીધી દૃેખરેખ હેઠળ થવી જોઈએ જેથી કરીને આખી પ્રક્રિયા પારદૃર્શક રહે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ ચાર અરજીઓ દૃાખલ થયેલી છે, જેમાં વકીલ નરેન્દ્ર કુમાર ગોસ્વામી, અજય કુમાર રાય અને આરજેડી (ઇત્નડ્ઢ) સાંસદૃ સુધાકર િંસહની અરજીઓ સામેલ છે. આમાંથી બે અરજીઓમાં સમગ્ર મામલાની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક અરજીમાં પુરાવાઓ સુરક્ષિત રાખવા અને મંદિૃર ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારોનું ફોરેન્સિક ઓડિટ કરાવવાની અપીલ કરાઈ છે.
વકીલ નરેન્દ્ર ગોસ્વામી દ્વારા દૃાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ સાર્વજનિક મંદિૃર કે ધાર્મિક સ્થળ પર ભક્તો દ્વારા આપવામાં આવતું દૃાન એ એક પવિત્ર ન્યાસ સંપત્તિ (ટ્રસ્ટ પ્રોપર્ટી) છે, જે કાયદૃાકીય રીતે ત્યાંના આરાધ્ય દૃેવતાની માલિકીની ગણાય. આથી, આવા દૃાન અને દૃાનનું સંચાલન કરતાં લોકો માત્ર વહીવટકર્તા છે અને તેઓ સંપૂર્ણ પારદૃર્શકતા તથા જવાબદૃારી જાળવવા માટે બંધાયેલા છે. અરજીમાં રામ મંદિૃરના દૃાન સાથે જોડાયેલા તમામ દૃસ્તાવેજો, સીસીટીવી(ઝ્રઝ્ર્ફ) ફૂટેજ અને ડિજિટલ લોગને તાત્કાલિક અસરથી સુરક્ષિત કરવા માટે આદૃેશ આપવાની માંગ કરવામાં આવી છે.
અરજીકર્તાઓએ કોર્ટને વિનંતી કરી છે કે મામલાની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટ દૃેશના તમામ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા મોટા મંદિૃરો માટે એક ખાસ બંધારણીય વ્યવસ્થા અને સુરક્ષા ઉપાયો નક્કી કરે. જનતા તરફથી મળતા કરોડો રૂપિયાના દૃાન અને કીમતી વસ્તુઓનો વહીવટ સંપૂર્ણપણે પારદૃર્શક રીતે થાય તે માટે સખત ગાઇડલાઇન બનાવવાનો આદૃેશ આપવામાં આવે.
