રાજકોટ અને જામનગર જિલ્લાની ટીમો વચ્ચે ખરાખરીનો જંગ
સૌરાષ્ટ્ર ની રાજકોટ અને જામનગર જીલ્લા ની ટીમો વચ્ચે જામસે સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધાનો ફાઈનલ મેચ પહેલો સેમી ફાઇનલ મેચ રાજકોટ જીલ્લા ની ટીમ સને સુરત જીલ્લા ની ટીમ વચ્ચે રમાયેલ વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટ ની ગર્લ્સ સુરત ની ટીમ પર ભારી પડી હતી. રાજકોટ ની યાના પીપળીયા એ 2 ગોલ કરેલ તથા હીર ખંડેડીયા દ્વારા 1 ગોલ થયેલ. મેચ નો ફુલ ટાઇમ સ્કોર 3-0 રાજકોટ ની ફેવર માં રહેલ.
બીજો સેમી ફાઇનલ મેચ જામનગર જીલ્લા ની ટીમ અને વડોદરા જીલ્લા ની ટીમ વચ્ચે રમાયેલ. જામનગર ની ટીમ નું પ્રભુત્વ મેચ ની સરુવાત થીજ રહેલ. જામનગર ની અસ્મિતા કપ ની નેસનલ પ્લેયર જાંબુયા દયા દ્વારા 5 ગોલ, ઊર્મિલાબેન ધોરિયા, દીયા પટેલ અને સંજના મેનીયા દ્વારા 2-2 ગોલ થયેલ. કિંજલ શેખ દ્વારા 1 ગોલ થયેલ. મેચ નો ફુલ ટાઇમ સ્કોર 12-0 જામનગર જીલ્લા ની ફેવર મા રહેલ.
આજે 10,00 કલાકે ફાઇનલ મેર્ચ રાજકોટ જીલ્લા ની ટીમ જામનગર જીલ્લા ની ટીમો વચ્ચે રમાશે. ગુજરાત ના 11 જીલ્લા ની ટીમો એ આ ટુર્નામેન્ટ માં ભાગ લીધેલ હતો અને ટીમો ને 4 ગ્રુપ માં વહેચવામાં આવેલ હતી.
