બેંગકોકના પબમાં ભીષણ આગ બાદ બ્લાસ્ટ થતા ૨૭ લોકોના મોત

થાઇલેન્ડની રાજધાનીમાં મોટી દૃુર્ઘટના

થાઇલેન્ડની રાજધાની બ્ોંગકોકમાં આવેલા એક પબમાં સોમવારે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નિકળતા ઓછામાં ઓછા ૨૭ લોકોના મોત થયા હતા તેમજ અને ક લોકો ગંભીર રીતે દૃાઝી જતાં ઘાયલ થયા હાત પબમાં લાગ્ોલી આગ ઝડપથી ફેલાઇ જતાં ત્ોમજ લાઇટો બંધ થઇ જતાં અંદૃર રહેલા લોકોન્ો બહાર નિકળવાની તક જ નહીં મળતા દૃાઝી જવાથી ત્ોમજ ધુમાડાના કારણે શ્ર્વાસ રુંધાવાથી મોત થયા હતા.

આગ એટલી ઝડપથી ફેલાઈ કે અંદૃર રહેલા લોકોને બહાર નીકળવાની તક ન મળી : પબના પાછળના ભાગમાં આવેલા રેસ્ટરૂમ માંથી અનેક લોકોના મૃતદૃેહ મળ્યાં

થાઈલેન્ડની રાજધાની બેંગકોકના ઉત્તરી ભાગમાં આવેલા એક પ્રખ્યાત પબમાં સોમવારે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૭ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દૃાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદૃર હાજર લોકોને બહાર નીકળવાની તક જ મળી ન હતી.ઘટના સમયે પબમાં હાજર એક મ્યુઝિશિયનના જણાવ્યા અનુસાર, સ્ટેજની નજીક લાગેલા સર્કિટ બ્રેકરમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. તેની ગણતરીની સેકન્ડોમાં જ આખા પબની લાઈટો ગુલ થઈ ગઈ અને એક જોરદૃાર ધડાકો સંભળાયો હતો. ધડાકા સાથે જ પબની અંદૃર કાળોટોપ ધુમાડો ભરાઈ ગયો હતો અને જોતજોતામાં આખું બિર્િંલ્ડગ આગની લપેટમાં આવી ગયું હતું.આ અકસ્માતમાં સૌથી વધુ દૃયદ્રાવક દ્રશ્યો પબના પાછળના ભાગમાં જોવા મળ્યા હતા. ફાયર ફાઈટરોને પબના પાછળના ભાગમાં આવેલા રેસ્ટરૂમ (વોશરૂમ) માંથી અનેક લોકોના મૃતદૃેહ મળી આવ્યા હતા. આગ અને ધુમાડાથી બચવા માટે લોકો પાછળ તરફ ભાગ્યા હતા, પરંતુ ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોવાથી શ્ર્વાસ રૂધાવાને કારણે અને દૃાઝી જવાથી તેમના ત્યાં જ મોત નીપજ્યા હતા.આ દૃુર્ઘટનાએ થોડા સમય પહેલા ઉત્તર પ્રદૃેશની રાજધાની લખનઉમાં એક કોિંચગ સેન્ટરમાં લાગેલી આગની યાદૃ તાજી કરાવી દૃીધી છે. લખનઉમાં પણ વિદ્યાર્થીઓ આગથી બચવા માટે સેન્ટરના પાછળના ભાગમાં ભાગ્યા હતા અને નિકાસ દ્વાર ન હોવાને કારણે ૧૫ લોકોના મોત થયા હતા. બેંગકોકના આ ‘ના લાદૃપ્રાઓ પબમાં પણ ફાયર સેટીના અભાવે આવી જ મોટી બેદૃરકારી સામે આવી છે.થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે ઘટનાસ્થળની મુલાકાત લઈને ૨૭ લોકોના મોતની પુષ્ટિ કરી છે અને આ મામલે કડક તપાસના આદૃેશ આપ્યા છે.

રિલેટેડ ન્યૂઝ