ભચાઉના લલિયાણા ગામે બે શિકારી, ગ્રામજનો વચ્ચે ઘર્ષણ

શિકારીઓ બંદુક- બાઇક મુકી ફરાર થયા: પોલીસે શિકારીઓની શોધખોળ આદરી

ભચાઉ તાલુકાના લલિયાણા ગામની સરહદમાં ગેરકાયદેસર રીતે વન્યજીવોનો શિકાર કરવાના ઇરાદે આવેલા સશસ્ત્ર શિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે રાત્રિના સમયે તીક્ષ્ણ બોલાચાલી અને ઝપાઝપી થતાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે, લલિયાણા ગામના રહેવાસી ફતુભા કાથુભા જાડેજાને ગત તારીખ 4 જુલાઈની રાત્રે સીમ વિસ્તારમાં કેટલાક અજાણ્યા શખ્સો હથિયારો સાથે શિકાર કરવા ભમતા હોવાની શંકા ગઈ હતી, જોકે તે સમયે ગ્રામજનોને વન્યજીવના શિકારની પેરવી કરતા તત્વોનો ગ્રામજનોએ હિંમતભેર સામનો કર્યો: પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ જોઈને આ શખ્સો ભાગી ગયા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને તારીખ 11 જુલાઈની રાત્રે ફતુભા જાડેજા, દેવુભા અને ગિરિરાજસિત દિલુભા જાડેજા સહિતના ગ્રામજનો સીમમાં વોચ ગોઠવીને બેઠા હતા. તે દરમિયાન મોરબી સામખિયાળી હાઈવે તરફથી લલિયાણા ગામ તરફ આવતા રસ્તા પર બે શંકાસ્પદ બાઈક આવતી જણાઈ હતી. લાકડીઓ સાથે સજ્જ ગ્રામજનોએ આ બાઇક સવારોને અટકાવવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકોએ વાહનો થોભાવવાને બદલે હંકારી મૂક્યા હતા. આગળ જતાં રેતીના કારણે બંને મોટરસાયકલ લિપ થઈ ગઈ હતી. ગ્રામજનો તુરંત જ બાઈક સવારો પાસે પહોંચ્યા ત્યારે આરોપીઓ પાસે બંદુક અને ધોકા હોવાનું માલૂમ પડયું હતું. જાગૃત નાગરિકોએ હિંમત દાખવીને આરોપીઓ પાસેથી બંદુક આંચકી લેવાનો પ્રયત કરતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. આ થર્ષણ દરમિયાન બંદુક નીચે પડી ગઈ હતી અને પકડાઈ જવાની બીકે શિકારીઓ બાઇક તેમજ સામગ્રી છોડીને અંધારામાં સીમ તરફ દોડી ગયા હતા. ગ્રામજનોએ સ્થળ પર તપાસ કરતાં ત્યાંથી બે બાઈક, એક બંદુક અને એક લુંગીમાં વીંટાળેલું સસલા જેવું મૃત વન્યજીવ મળી આવ્યું હતું. ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક જાણ કરાતાં સામખિયાળી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂપિયા 5000ની કિંમતની બંદૂક તેમજ કે.ટી.એમ. મોટરસાયકલ નંબર જીજે 12 ઇક્યુ 5096 અને બીજી મોટરસાયકલ નંબર જીજે 12 ઈયુ 9096 કબજે લીધી હતી. વન્યજીવના મૃતદેહને વન વિભાગના હવાલે કરવામાં આવ્યો છે, જેના આધારે વન વિભાગે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ અલગથી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે સામખિયાળી પોલીસે નાસી છૂટેલા અજ્ઞાત શખ્સો વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને શિકારીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ