સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના બનાવમાં આરોપીઓ ઝડપાયા

સાત આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ સુત્રાપાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.લોહ ની રાહબરી હેઠળ સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારના લોઢવા ગામે અગાઉ બામણેશ્વર મહાદેવ મંદિર શિવલીંગની પ્રતિષ્ઠા બાબતે બોલાચાલી થયેલ હોય જેનું મનદુખ રાખી તા.17/07/2026 ના રોજ આ ગુન્હાના આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી ઝગડો કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ એક સંપ થઇ ગે.કા. મંડળી રચી લાકડીઓ, લોખંડના પાઇપ તથા છરીઓ જેવા હથિયાર વડે ફરીયાદી તથા સાહેદો ઉપર હુમલો કરી ફરીયાદી તથા સાહેદોના શરીરે આડેધડ હથિયાર લાકડી, લોખંડનો પાઇપ તથા છરીઓ વડે માર મારી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે માથાના ભાગે લોખંડના પાઇપ વડે માર મારી ફરી.ના માથાની ખોપરીના હાડકાંનો ભાગ તોડી નાખી તથા ફ્રેક્ચર કરી ગંભીર પ્રકારની જીવલેણ ઇજાઓ પહોંચાડી તથા સાહેદોના શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી નાશી ગયેલ હોય, જે બનાવ અંગે ફરીયાદીની ફરીયાદ આધારે સુત્રાપાડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.1118600 6260634/2026 ભારતીય ન્યાય સંહીતા 2023ની કલમ 109(1), 117(2),189(2),191(2), 191(3),190,115(2),352,351(3),3(5) તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબનો ગુન્હો તા.18/07/2026 ના રોજ રજી કરાવેલ અને ગુન્હાની તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.લોહ નાઓએ જાતેથી સંભાળેલ હશે. સદર બનાવ સાંજના સમયે બનવા પામેલ હોય અને બનાવ બન્યા બાદ આરોપીઓ નાશી ભાગી ગયેલ હોય જેથી સુત્રાપાડા પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. બનેસિંહ વજુભાઇ તથા વિનુભાઇ દુર્લભભાઇ તથા ભાવેશભાઇ ગોવિંદભાઇ તથા પો.કોન્સ. હરેશભાઇ પુંજાભાઇ તથા ભાવેશભાઇ ભીખુભાઇ તથા મુકેશભાઇ દાહાભાઇ તથા શૈલેષભાઇ પ્રતાપભાઇ તથા સિધ્ધરાજસિંહ જેસીંગભાઇ તથા ભરતભાઇ મસરીભાઇ તથા વિજયભાઇ સરમણભાઇ નાઓએ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસ તથા ટેક્નિકલ એનાલીસીસ તથા અંગત બાતમીદારો મારફત તપાસ કરી, સરદહુ ગુન્હાના નાશી ગયેલ તમામ આરોપીઓને ગણતરીના કલાકોમા શોધી કાઢી પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.
ગુન્હામા સંડોવાયેલ આરોપીઓમાં અજયભાઇ જાદવભાઇ ઉર્ફે બચુભાઇ ભોળા ઉવ.25 રહે.લોઢવા, જાદવભાઇ ઉર્ફે બચુભાઇ ભગવાનભાઇ ભોળા રહે.લોઢવા તા.સુત્રાપાડા, કાળાભાઇ ભગવાનભાઇ ભોળા રહે.લોઢવા, પરબતભાઇ હીરાભાઈ ભોળા રહે.લોઢવા, દિવ્યેશભાઇ જાદવભાઇ ઉર્ફે બચુભાઇ ભોળા રહે. લોઢવા, સંજયભાઇ કાળાભાઇ ભોળા રહે.લોઢવા, વિજયભાઈ કાળાભાઇ ભોળા રહે.લોઢવા ને પકડી પાડ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ