રાઇઝ વર્લ્ડવાઇડે ભારતની ઊભરતી ક્રિકેટ સેન્સેશન ગુણાલન કમલિની સાથે કરાર કર્યો

17 વર્ષીય કમલિની એજન્સીની પ્રતિભાઓની યાદીમાં સામેલ થનારી પ્રથમ મહિલા ખેલાડી બની

રિલાયન્સની માલિકીની અને ભારતની અગ્રણી સ્પોર્ટ્સ, લાઈફસ્ટાઈલ અને એન્ટરટેઈનમેન્ટ કંપની રાઇઝ વર્લ્ડવાઇડ લિમિટેડે દેશની સૌથી હોનહાર યુવા પ્રતિભાઓ સાથે ભાગીદારી કરીને રમતના ભવિષ્યમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. એજન્સીમાં સામેલ થયેલી નવી પ્રતિભા ગુણાલન કમલિની ભારતની સૌથી રોમાંચક યુવા ક્રિકેટરોમાંની એક તરીકે ઉભરી આવી છે. પોતાના નીડર પ્રદર્શન અને ખૂબ જ ઝડપથી કરેલી પ્રગતિના પરિણામે તેણે દેશભરમાં આગવી ઓળખ મેળવી છે.
આ કરાર રાઇઝ વર્લ્ડવાઇડના વિશિષ્ટ ક્રિકેટ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે, જેમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને સાઈ સુદર્શન જેવા દિગ્ગજો સામેલ છે. કમલિનીના એક્સક્લુઝિવ કોમર્શિયલ અને ટેલેન્ટ મેનેજમેન્ટ પાર્ટનર તરીકે એજન્સી તેના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, વ્યૂહાત્મક ભાગીદારી, જાહેર કાર્યક્રમોમાં હાજરી, લાઇસન્સિંગ, ડિજિટલ ક્ધટેન્ટ અને લાંબા ગાળાના બ્રાન્ડ ડેવલપમેન્ટનું સંચાલન કરશે. આનાથી તેને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે એક અર્થપૂર્ણ અને સ્થાયી વ્યક્તિગત બ્રાન્ડ તૈયાર કરવામાં મદદ મળશે.
આ જાહેરાત અંગે વાત કરતા રાઇઝ વર્લ્ડવાઇડના હેડ નિખિલ બરડિયાએ જણાવ્યું હતું કે, “અમે રાઇઝ વર્લ્ડવાઇડ પરિવારમાં કમલિનીનું સ્વાગત કરતા ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ. તે એક અસાધારણ યુવા પ્રતિભા છે જેના પ્રદર્શને અત્યારથી જ ઉચ્ચ સ્તરે સફળ થવા માટે જરૂરી સ્વભાવ, આત્મવિશ્વાસ અને મહત્વાકાંક્ષા દર્શાવ્યા છે. અમારા ટેલેન્ટ રોસ્ટરમાં પ્રથમ મહિલા ક્રિકેટરનું સ્વાગત કરતા અમને વિશેષ ગર્વ થાય છે, જે અમારી એજન્સી માટે એક મહત્વપૂર્ણ સીમાચિન્હ છે. અમે મેદાનની બહાર તેના માટે યોગ્ય તકો ઊભી કરીને તેની આ સફરને મદદ પૂરી પાડવા આતુર છીએ, જેથી તે મેદાન પર વધુ મોટી સફળતા મેળવવા માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે.”
રાઇઝ વર્લ્ડવાઇડ સાથે જોડાવા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા ગુણાલન કમલિનીએ કહ્યું, “હું રાઇઝ વર્લ્ડવાઇડ સાથે જોડાવા બદલ ખરેખર ખૂબ જ ખુશ છું. તેમણે ભારતીય ક્રિકેટના કેટલાક સૌથી મોટા નામો સાથે કામ કર્યું છે અને હું આ ટીમનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું.ક

રિલેટેડ ન્યૂઝ