વડીલોની 15 ઓગસ્ટ પછી આત્મવિલોપન અને ’જેલ ભરો’ આંદોલનની ચીમકી
દેશભરના વડીલ પેન્શનધારકો છેલ્લા 11 વર્ષથી લઘુત્તમ પેન્શન વધારીને 7500 રૂપિયા પ્લસ ડી.એ. કરવાની માંગ સાથે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા માત્ર આશ્વાસનો મળતા હોવાથી અને હજુ સુધી કોઈ સકારાત્મક નિર્ણય ન આવતા હવે 75 થી 85 વર્ષના વડીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,
ભાવનગર જિલ્લા ઊઙજ-95 પેન્શનર્સ સંઘના પ્રમુખ ખીમજીભાઈ યાદવએ જણાવ્યું હતું કે, મુખ્ય મુદ્દાઓમાં છેલ્લા 11 વર્ષથી વૃદ્ધો રોડ પર આંદોલન કરી રહ્યા છે, જે દેશ માટે શરમજનક બાબત છે તેમ આગેવાનોનું માનવું છે, કલેક્ટર, સાંસદો, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના નાણામંત્રીને ઈમેલ દ્વારા આવેદનપત્ર મોકલી દેવામાં આવ્યા છે, કમાન્ડર અશોક રાઉત અત્યાર સુધીમાં 348 સાંસદો અને મંત્રીઓને મળી ચૂક્યા છે, છતાં માત્ર “કામ ચાલી રહ્યું છે” તેવા જવાબો જ મળ્યા છે., આરટીઆઈ દ્વારા મેળવેલા આંકડા મુજબ પેન્શન ફંડમાં પૂરતા નાણાં ઉપલબ્ધ હોવા છતાં સરકાર તરફથી કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. જો આગામી સમયમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે, તો આગામી કાર્યક્રમો 15 મી ઓગસ્ટ પછી આત્મવિલોપન જેવું અંતિમ પગલું, ગુજરાતમાંથી અત્યાર સુધીમાં આત્મવિલોપન માટે 1500 થી વધુ નામો નોંધાઈ ચૂક્યા છે, જેમાં ટૂંક સમયમાં ભાવનગર જિલ્લાના નામ પણ ઉમેરવામાં આવશે.
સંઘના પ્રમુખ ખીમજીભાઈ યાદવે ખાસ કરીને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ગુજરાતના હોવાથી તેમને વિશેષ અપીલ કરી છે કે, ” તમે ગુજરાતી છો અને આ મામલો વહેલી તકે પતાવો. વડીલોને હવે રોડ પર નીકળતા બંધ કરો અને સરકાર જે પણ રકમ આપવા સક્ષમ હોય તેની સત્તાવાર જાહેરાત કરે.” આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
