જમ્મુ કાશ્મીરમાં હુમલા વચ્ચે સર્ચ ઓપરેશન શરૂ, અનંતનાગના લાલચોકમાં આતંકી હુમલામાં હેડ કોન્સ્ટેબલ શહીદ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનંતનાગના લાલ ચોકમાં થયેલા આતંકી હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. જી હા, બુધવારે અનંતનાગ જિલ્લામાં શંકાસ્પદૃ આતંકવાદૃીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક હેડ કોન્સ્ટેબલ શહીદૃ થયા હતા. મળતી માહિતી મુજબ, બપોરે લગભગ ૧૨:૩૦ વાગ્યે અનંતનાગ શહેરના લાલ ચોક ખાતે આ ગોળીબાર થયો હતો, જ્યાં પોલીસની એક ટીમ ફરજ પર તહેનાત હતી. આ હુમલાની જવાબદૃારી લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) લીધી છે.
આ કથિત આતંકી હુમલામાં મૃત્યુ પામેલા હેડ કોન્સ્ટેબલની ઓળખ બડગામ જિલ્લાના બીરવાહના રહેવાસી આશિક હુસૈન તરીકે થઈ છે. તેમને તાત્કાલિક અનંતનાગની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ (ય્સ્ઝ્ર) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બાદૃમાં ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત થયું હતું. હુમલા બાદૃ સુરક્ષા દૃળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને હુમલાખોરોની શોધ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. વધારાના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે અને ઓપરેશન ચાલુ હોવાથી સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને પહેલેથી જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હજારો યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા માટે સુરક્ષા એજન્સીઓ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સતત નજર રાખી રહી છે.
તાજેતરના દિૃવસોમાં સુરક્ષા દૃળોએ યાત્રા માર્ગ પર સુરક્ષાના પગલાં વધુ કડક બનાવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ