રામમંદિૃર દૃાન ચોરી બાદૃ તમામ ૩૪૯ કર્મચારીઓની સ્ક્રિિંનગ પ્રક્રિયા
એસબીઆઇનો સ્ટાફ ગણતરી કરશે:આવા ભ્રષ્ટાચારના કેસોમાં મોતની સજા જ હોવી જોઇએ:હાઇકોર્ટનો આક્રોશ
અયોધ્યા સ્થિત શ્રીરામ જન્મભૂમિ મંદિૃરમાં દૃાનની રકમ ચોરી થવાનો કિસ્સો સામે આવ્યા બાદૃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિૃરની સુરક્ષા અને વહીવટી વ્યવસ્થામાં મોટા પાયે ફેરફારો શરૂ કર્યા છે. ગેરરીતિઓની શક્યતાઓને સંપૂર્ણપણે નાબૂદૃ કરવા માટે ટ્રસ્ટે મંદિૃરમાં કાર્યરત તમામ ૩૪૯ કર્મચારીઓની સ્ક્રીિંનગ પ્રક્રિયા હાથ ધરી છે, જેમાં કર્મચારીઓની પૃષ્ઠભૂમિકા અને તેમની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.
સૌથી મોટો અને મહત્વનો ફેરફાર દૃાનની ગણતરી કરવાની પ્રક્રિયામાં કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (જીમ્ૈં) એ સંયુક્ત રીતે નવી સિસ્ટમ લાગુ કરી છે. આ અંતર્ગત દૃાનની ગણતરી સાથે જોડાયેલા જૂના તમામ ૩૬ કર્મચારીઓને પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે હટાવી દૃેવામાં આવ્યા છે. હવે રોકડ દૃાનની ગણતરીની સમગ્ર જવાબદૃારી જીમ્ૈં દ્વારા તૈનાત કરાયેલા નવા અને અધિકૃત સ્ટાફને સોંપવામાં આવશે. નવા મહાસચિવની પસંદૃગી: પૂર્વ મહાસચિવ ચંપત રાયના રાજીનામા બાદૃ ખાલી પડેલી જગ્યા પર નવા મહાસચિવની નિમણૂક કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, નવા મહાસચિવ વિશ્ર્વ હિન્દૃુ પરિષદૃ (ફૐઁ) માંથી જ હશે તે નક્કી મનાય છે. નવા સભ્યોનો સમાવેશ: પૂર્વ સભ્ય ડો. અનિલ મિશ્રના રાજીનામા અને બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રના નિધન બાદૃ ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. રાજપરિવારના સભ્ય અને સાહિત્યકાર યતીન્દ્ર મિશ્ર તેમજ અયોધ્યાના કોઈ પ્રમુખ સંતને ટ્રસ્ટમાં સ્થાન મળી શકે છે.
અલ્હાબાદૃ હાઈકોર્ટના જજ જસ્ટિસ અતુલ શ્રીધરને રામ મંદિૃરના ચઢાવાની ચોરીના કેસમાં અત્યંત કડક ટિપ્પણી કરી છે.
તેમણે કહૃાું કે, જો ભગવાનના મંદિૃરમાં ચઢાવવામાં આવેલા દૃાનની ચોરી પણ લોકોને ખોટી લાગતી ન હોય, તો આ આપણા સમાજના નૈતિક પતનનું સૌથી મોટું ઉદૃાહરણ છે. તેમણે એ પણ સૂચન કર્યું કે સરકારે કાયદૃામાં ફેરફાર કરીને ભ્રષ્ટાચારના ગંભીર કેસોમાં મોતની સજા જેવી કડક સજા અંગે વિચાર કરવો જોઈએ.
જસ્ટિસ અતુલ શ્રીધરને આ ટિપ્પણી હમીરપુરમાં બુલડોઝર કાર્યવાહીના એક કેસની સુનાવણી દૃરમિયાન કરી હતી.
