ટ્રમ્પના નવા નિર્ણયે ભારતની ચિંતા વધારી
૧ ઓગસ્ટ, ૨૦૨૮થી અમેરિકામાં આયાત થતી જેનરિક દૃવાઓ પર ૧૦૦%થી ૨૦૦% સુધી ટેરિફ લાદૃવાની જાહેરાત કરી છે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની િંચતા વધારતો એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકામાં આયાત કરવામાં આવતી જેનરિક દૃવાઓ પર ભારે ટેરિફ લાદૃવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકા ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે સૌથી મોટું માર્કેટ હોવાથી, ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાની સીધી અને ગંભીર અસર ભારતના ફાર્મા ઉદ્યોગ પર પડશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેનરિક દૃવાઓ પર લાદૃવામાં આવનારા ટેરિફ અંગે એક મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ૧ ઓગસ્ટ, ૨૦૨૬થી આગામી બે વર્ષ સુધી (ઓગસ્ટ ૨૦૨૮ સુધી) અમેરિકામાં આયાત થતી તમામ જેનરિક દૃવાઓ પર કોઈ ટેરિફ નહીં લાગે અને આયાત શુલ્ક શૂન્ય રહેશે.જોકે, ઓગસ્ટ ૨૦૨૮થી આ નિયમોમાં મોટો બદૃલાવ આવશે. ૨૦૨૮થી પ્રથમ વર્ષ માટે જેનરિક દૃવાઓ પર ટેરિફ વધારીને ૧૦૦% કરવામાં આવશે અને ત્યારબાદૃ તેને ૨૦૦% સુધી કરી દૃેવાશે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને કડક ચેતવણી આપી છે કે જો તેઓ નિર્ધારિત સમય મર્યાદૃામાં અમેરિકામાં પોતાના ઉત્પાદૃન પ્લાન્ટ અને સાધનો ઊભા નહીં કરે, તો તેમની સામે દૃંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર નીતિનો મુખ્ય હેતુ જેનરિક દૃવાઓનું ઉત્પાદૃન ફરીથી અમેરિકામાં જ શરૂ કરવાનો છે.
વિશ્ર્વભરમાં ભારતને ફાર્મસી ઑફ ધ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૫માં ભારતે અમેરિકાને ૯.૭ અબજ ડોલરની ફાર્માસ્યુટિકલ દૃવાઓ એક્સપોર્ટ કરી હતી, જે ભારતના કુલ ૨૫.૮ અબજ ડોલરના ગ્લોબલ ફાર્મા એક્સપોર્ટના ૩૮% જેટલી હતી.
ભારતથી અમેરિકા મોકલવામાં આવતી જેનરિક દૃવાઓમાં હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, ચેપી રોગો અને માનસિક સ્વાસ્થ્યને લગતી દૃવાઓ મુખ્ય છે.
જો જેનરિક દૃવાઓ પર ૧૦૦થી ૨૦૦% સુધીનો ટેરિફ લાગુ થશે તો આ દૃવાઓની િંકમતોમાં અતિશય વધારો થશે. આ નિર્ણયથી માત્ર ભારતીય કંપનીઓના નફા અને એક્સપોર્ટ પર જ અસર નહીં પડે, પરંતુ અમેરિકાના સામાન્ય દૃર્દૃીઓને પણ મોંઘી દૃવાઓ ખરીદૃવાની ફરજ પડશે. જો ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિ સમયસર અમલી બનશે, તો ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે બે મુખ્ય વિકલ્પો રહેશેઽ કાં તો તેમણે અમેરિકામાં પોતાના પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવા પડશે અથવા તો ભારે ટેરિફનો બોજ સહન કરીને અમેરિકન માર્કેટમાં ટકી રહેવાનો પ્રયાસ કરવો પડશે.
