FIU-IND માં નોંધાયેલ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (VDA) ટ્રેડિંગ પ્લેટફોર્મ ® BitDelta India એ આજે CrypTution ના લોન્ચની જાહેરાત કરી છે, જે ભારતનું પ્રથમ સંસ્થાકીય સ્તરનુંક્રિપ્ટો એસેટ્સ શિક્ષણ અને પ્રમાણપત્ર ઇકોસિસ્ટમ છે.
ઈિુાઝીશિંજ્ઞક્ષ નો વિકાસ ભારતના ટઉઅ ઇકોસિસ્ટમના વિકાસને વધુ માહિતીસભર અને તૈયાર ભાગીદારી દ્વારા સમર્થન આપવાના હેતુથી કરવામાં આવ્યો છે. ક્રિપ્ટો એસેટ્સ અને તે સંબંધિત માહિતી સુધીની પહોંચમાં વધારો થયો હોવા છતાં, ઔપચારિક શિક્ષણ તેની સાથે ગતિ જાળવી શક્યું નથી. પરિણામે, ઘણા સહભાગીઓને વિખેરાયેલા માહિતી સ્ત્રોતોના આધારે જટિલ અને સતત વિકસતા બજારમાં આગળ વધવું પડે છે.
આ પહેલનો હેતુ માર્ગદર્શિત શિક્ષણ, સિમ્યુલેટેડ માર્કેટ અનુભવ અને ક્ષમતા આધારિત પ્રમાણપત્રને એકસાથે જોડીને આ અંતરને દૂર કરવાનો છે, જેથી સહભાગીઓ લાઇવ માર્કેટમાં પ્રવેશતા પહેલાં જરૂરી જ્ઞાન અને તૈયારી મેળવી શકે. હાલમાં ભારતના ક્રિપ્ટો યુઝર બેઝમાં ટિયર-2 અને ટિયર-3 શહેરોનો હિસ્સો લગભગ 40% છે. આ પહેલનો ઉદ્દેશ વિવિધ ભૌગોલિક વિસ્તારો, ભાષાઓ અને વિવિધ પ્રકારના સહભાગીઓ માટે સંરચિત ટઉઅ શિક્ષણને વધુ સુલભ બનાવવાનો છે.
લોન્ચ અંગે ટિપ્પણી કરતાં, બિટડેલ્ટા ઇન્ડિયાએ ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિકાસ એમ સચદેવે જણાવ્યું, ભારતમાં મોટા ભાગના નાણાકીય એસેટ વર્ગોએ એકસરખો વિકાસ માર્ગ અપનાવ્યો છે-પ્રારંભિક ઉપલબ્ધતા અને વિખેરાયેલી સમજણથી લઈને વધુ સારા રોકાણકાર શિક્ષણના આધાર પર વ્યાપક ભાગીદારી સુધી. રોકાણકારોમાં જાગૃતિ વધતા મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડાયરેક્ટ ઇક્વિટીઝ વધુ પરિપક્વ બન્યાં, અને હવે ક્રિપ્ટો પણ એવા જ એક મહત્વપૂર્ણ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે.
