રાજુલામાં રાત્રે લુખ્ખાએ ટ્રેકટર આડુ રાખી મહિલાને જવા ન દીધી, પોલીસ પાસે ગઈ તો ત્યાં રક્ષકનું બેહૂદુ વર્તન

મધરાત્રે પણ મહિલા એકલી નીકળી શકે છે તેવા સરકારના દાવાના ઉડ્યા ચીથરા

ગુજરાત સરકાર ના ગૃહ મંત્રી પોતાના વિભાગ ના કર્મચારીઓ ને લોકો સાથે સારું વાણી અને વર્તન અને સુરક્ષા મિત્ર તરીકે લોકઉપયોગી રહેવા માટે જણાવે છે ત્યારે રાજુલા પોલીસ સ્ટેશન પાસે ફરજ બજાવતા હોમગાર્ડ દ્વારા રાજુલા શહેરમાં પોલીસ મથકે પોલીસ કરતા હોમગાર્ડ ની રાત્રિના સમયે દાદા ગીરી
રાજુલાના પોલીસ મથકે રાત્રિના સમયે જો કે પોલીસ સ્ટાફના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ હોતા નથી એવા સમયે હોમગાર્ડ રાત્રીના સમયે પોલીસ મથક જાણે પોતાની જાગીર હોય તેવું વર્તન કરી રહ્યા છે હાલમાં તારીખ 26/7/26 ને રવિવાર નારોજ રાત્રિના સમયે 11-30 કલાકે એક સદગૃહસ્થ મહિલા હવેલી ચોક થી પોતાના પિતાના ઘર તરફ થી પોતાના સસરા ના ઘર તરફ જતા હતા એ સમયે હવેલી ચોક પાર કરતા પોલીસ મથક નજીક શાક માર્કેટ અને મહાદેવ મોલ પાસે એક ટ્રેક્ટર રોડ ઉપર આડું પડેલું હતું એ સમયે ત્યાંથી ચાલીને પણ કોઈ એક પણ વ્યક્તિ જઈ ન શકે એ વખતે એકટીવા લઈનેતો કેમ જવું એ સમયે આ મહિલાએ ટ્રેક્ટર ચાલકને વિનંતી કરી કે ભાઈ તમારું ટ્રેક્ટર થોડુંક સાઈડમાં લઈ લ્યો તો હુ નીકળી જઈશ પરંતુ ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર સાઇડ મા લેવાના બદલે જાણે કે તે રાતનો રાજા અને પોલીસની ઉપરવટ થતો હોય તેવી રીતે વર્તન કરતા આ મહિલાને એવો જવાબ આપ્યો ટ્રેક્ટર નહીં ચાલે તમે કોઈ બીજા રસ્તે થી ચાલ્યા જાઓ અને આ મહિલાને ફરજિયાત જવાહર રોડ કે જ્યાં વ્યક્તિનું હલનચલન પણ ના બરોબર નહીવત હોય છે અને આ રોડ ઉપર નશા ની હાલતમાં દારૂડિયાઓ રખડતા હોય છે આવા રસ્તેથી પસાર થવું પડ્યું અને મહિલા ન ભાગ્ય સારા કે તેને ત્યારે આ રોડ ઉપર કોઈ દારૂ પીધેલી હાલત મા કોઈ દારૂડિયો મળ્યો નહીં અને હેરાન થયા નહીં અને પોલીસ મથકે આ મહિલા જતા પોલીસ મથકે હોમગાર્ડ હાજર હતા તેમને રૂબરૂ રજૂઆત કરી કે મારી સાથે આવું વર્તન થયું અને એક મહિલા સાથે તુકારે વાત કરી જે પ્રથમ તો પોલીસ પ્રશાસન અથવા તો જીઆરડી અથવા તો હોમગાર્ડ ને શોભતી વાત નથી પરંતુ આવું વર્તન પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું અને માન આપવા ને બદલે તુંકારો કરી અને કહ્યું કે તારે કોઈ ફરિયાદ હોય તો અંદર સાહેબને જઈને કહી આવ આવી બેહુદુ વર્તન આ મહિલા સાથે કરવામાં આવ્યું જોકે ચર્ચાની વાત એ છે આ મહિલા એક પ્રતિષ્ઠિત જવાબદાર ઘરની મહિલા છે કે જે અનેક સોશિયલ કામો સાથે જોડાયેલ છે અને જો આવું વર્તન એમની સાથે થતું હોય તો સામાન્ય વ્યક્તિએ પોલીસ પ્રશાસન પાસે શું અપેક્ષા રાખવી એક તરફ હર્ષ સંઘવી ગ્રહ મંત્રી મહિલાઓના વિષયમાં ઘણું ખરું કાર્ય કરી રહ્યા છે પરંતુ એમના નજરમાં રાજુલા પોલીસ મથક નથી આવતું ? અમરેલી જિલ્લાનું રાજુલા પોલીસ મથક આવી બાબતમાં અગ્રેસર છે.

રિલેટેડ ન્યૂઝ