ચાર મહિના આરાધના કરીને ભાવિકો આત્મકલ્યાણ સાધવાનો પુરૂષાર્થ કરશે
આગામી તા.28મીના મંગળવારથી શ્ર્વેતાંબર મૂર્તિપૂજક તથા તા.29મીના બુધવારથી સ્થાનકવાસી જૈનોના ચાતુર્માસનો પ્રારંભ થશે ચાતુર્માસના ચાર મહિના દરમ્યાન આરાધના કરીને ભાવિકો આત્માકલ્યાણ સાધવાનો પુરુષાર્થ કરશે. આગામી તા.28મીના પૂર્વે દરેક જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમો સંપન્ન થશે.ચાતુર્માસ દરમ્યાન ગુરુ ભગવંતોની નિશ્રામાં શ્રાવક- શ્રાવીકાઓ ધર્મ આરાધના કરશે વિવિધ તપશ્ર્ચર્યાઓ કરીને મન વચન અને કાયાની શુદ્ધિ કરશે જૈન ધર્મમાં ચાતુર્માસનું ભારે મહત્વ અંકાયું છે. ભારતની શ્રમણ સંસ્કૃતિ અતિ પ્રાચીન છે એમાંય જૈન શ્રમણોની ચાતુર્માસ ચર્ચા લોકો માટે ઉપકાર બની રહી છે જૈન સાધુ સાધ્વીઓ ચાતુર્માસના ચાર મહિના સવિશેષ તપ જપ ધ્યાન ધર્માંભ્યાસમાં ગાળે છે અન્યોને પણ ધર્મોપદેશ આપી ધર્મ માર્ગે જોડે છે, ધર્મમાં સ્થિર કરે છે.જૈનોમાં ચાતુર્માસ નો આ સમય અષાઢ સુદ-ચૌદસ થી કારતક સુદ- પૂનમ સુધીનો હોય છે.આ ચાતુર્માસમાં શ્રાવક-શ્રાવિકઓને સંયમ આચાર અને અનુશાસનનું પાલન કરવાનું હોય છે. શ્રમણ ભગવંતોનો ઉપદેશ શ્રવણ કરવાનો હોય છે. જૈન પરંપરામાં અષાઢ સુદ ચૌદસ (ચૌમાશી ચૌદસ) અત્યંત પવિત્ર અને આરાધનામય દિવસ માનવામાં આવે છે.આ અવસરે માનવતાના મસીહા વિજય રત્નશેખરસૂરીશ્ર્વરજી મહારાજાના શિષ્યરત્ન કચ્છ કોડાયના જૈન સંત મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ એ જણાવ્યું હતું કે ચાતુર્માસના આગમનની પૂર્વસંધ્યા હોવાથી સાધુ-સાધ્વીજી ભગવંતો અને શ્રાવક-શ્રાવિકાઓ માટે 7વિશેષ મહત્વ ધરાવે છે.આ દિવસે મુખ્યત્વે: ચાતુર્માસ દરમ્યાન ભાવિકો જિનાલયમાં દર્શન,પૂજા અને ચૈત્યવંદન કરવામાં આવે છે.સામાયિક,પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને ધ્યાન દ્વારા આત્મશુદ્ધિનો પ્રયાસ થાય છે.ઉપવાસ, એકાસણું,બિયાસણું અથવા, આયંબિલ જેવી તપસ્યા કરવામાં આવે છે. જીવદયા, દાન,ગુરુભક્તિ અને ધર્મપ્રભાવનાના કાર્યો કરવામાં આવે છે.રાગ-દ્વેષ,ક્રોધ,માન,માયા અને લોભ જેવા આંતરિક શત્રુઓ પર વિજય મેળવવાનો સંકલ્પ લેવામાં આવે છે. ચાતુર્માસનો મહિમા ચૌમાશી ચૌદસ પછીના દિવસે સમગ્ર ભારતભરમાં જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોનું ચાતુર્માસ શરૂૂ થાય છે. ચોમાસાના ચાર મહિનામાં સાધુસાધ્વીજી એક જ સ્થળે રહીને ધર્મપ્રભાવના કરે છે. આ પરંપરાનો મુખ્ય હેતુ વરસાદ દરમિયાન સૂક્ષ્મ જીવસૃષ્ટિનું રક્ષણ,અહિંસાનું પાલન અને જનસમાજમાં ધર્મજાગૃતિ ફેલાવવાનો છે.ચાતુર્માસ દરમિયાન: જિનશાસનની આરાધના અને પ્રભાવના વધે છે.વ્યાખ્યાન,શિબિરો અને સ્વાધ્યાયનું આયોજન થાય છે. ભક્તામર, નવકાર મહામંત્ર જાપ, પ્રતિક્રમણ, તપ-ત્યાગ અને સંયમની આરાધના થાય છે.બાળકો,યુવાનો અને પરિવારોમાં સંસ્કારનું સિંચન થાય છે. આત્મકલ્યાણ અને મોક્ષમાર્ગ તરફ આગળ વધવાની પ્રેરણા મળે.
