આશ્રમો અને જગ્યાઓમાં વિવિધ કાર્યક્રમનું આયોજન
આવતીકાલે ગુરૂપુર્ણિમા પર્વની આશ્રમો, જગ્યાઓ અને મંદીરોમાં ભવ્ય ઉજવણી કરાશે. વ્હેલી સવારથી પુજન, અર્ચન, મહાપ્રસાદ અને રાત્રે સંતવાણી સહીતના કાર્યક્રમો યોજાશે.
ગીતા વિદ્યાલય
જંકશન પ્લોટ ખાતે શ્રીમનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા રોજ સાંજે ગીતા વિદ્યાલય ટ્રસ્ટ-ગીતા મંદિરમાં અષાઢ સુદ પૂનમનેબુધવાર તા.29 જુલાઇના 6-00 થી 7-30 દરમ્યાન ભાવસભર વાતાવરણમાં શ્રદ્ધાભક્તિપૂર્વક ગુરૂૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. ધૂપ-દીપ અને પુષ્પોની સુવાસથી મહેકતા ગીતા વિદ્યાલયના પ્રાર્થનાસત્સંગ સભાખંડમાં ભગવદ્દગીતાના અધ્યાય 12 અને 15ના સામુહિક ગીતાપાઠ થશે.આ તકે ભક્તિસંગીતની સાથે ગુરુમહિમાના પદો રજુ થશે.ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ઇ.સ.1973 થી સંચાલિત નિ:શુલ્ક ઉનાળુ છાશ કેન્દ્રના 54 માં વર્ષના સ્વયંસેવકોનું પારિતોષિક વિતરણ દ્વારા સન્માન થશે.સંસ્થાની વર્ષભરની પ્રવૃત્તિઓનો અહેવાલ તથા આગામી આયોજનોની માહિતી રજુ થશે.ગુરુમહિમા વિષે પ્રેરક ઉદબોધન થશે. વિશ્ર્વગુરુ ભગવદ્દગીતા, શ્રીકૃષ્ણ પરમાત્માં તથા સદ્દગુરુદેવનું મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન થશે. હાર્મોનિયમ, ઢોલક, તબલા, મંજીરા, કરતાલ વગેરે પારંપરિક વાજિંત્રો સાથે ગીતા વિદ્યાલય પરિવારનું છેલ્લા 75વર્ષોથી સુવિખ્યાત ભાવસમાધિ પ્રેરતું સંગીતમય દિવ્ય સંકિર્તન થશે.
યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્ર
યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્ર રાજકોટ આંગણે ગુરુપૂર્ણિમા નિમિતે તા. 29 જુલાઈ બુધવારે સાંજે 05 થી કીર્તન અને 06.00 થી 08 દરમિયાન વિશેષ સત્સંગ રાખવામાં આવેલ છે. આ અવસરે પરમહંસ યોગાનંદજી પ્રેરિત ધ્યાનયોગમાં રસ ધરાવનાર ભક્તોને પરમહંસ યોગાનંદ માર્ગ, એમ-4 ગુજરાત હાઉસિંગ બોર્ડ, શેરી નં – 1, સ્વામિનારાયણ મંદિરની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. યળફશહ: ફિષસજ્ઞિં ુતત ભયક્ષયિંતિ.જ્ઞલિ, ૂૂૂ. ુતતજ્ઞશિક્ષમશફ.જ્ઞલિ
સંત આશારામજી આશ્રમ
ગુરુ પુર્ણિમા નિમિતે સંત આશારામજી આશ્રમ, ન્યારી ડેમ પાસે, કાલાવાડ રોડ ખાતે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન થયેલ છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ભકતજનો અહીં પધારીને આ ઉત્સવનો લાભ લેશે. આ નિમિતે વહેલી સવારથી જ સંધ્યા વંદન, ૐ કાર ગુંજન, ધ્યાન તથા ગુરુગીતા, ગુરુઅષ્ટકમ, શ્રી આશારામાયણ વિગેરે સ્તોત્રનો પાઠ તેમજ ગુરુ પાદુકા પુજન અને ઋષિ પ્રસાદ જયંતિ મહોત્સવ અને શોભાયાત્રા જેવા વિવિધ કાર્યક્રમો થશે, પુજય બાપુનો વીડીયો સત્સંગ, બપોરે આરતી અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરેલ છે. આ પ્રસંગે પુજય બાપુના કરકમળો દ્વારા ર4 વર્ષથી પ્રજવલિત થયેલ અખંડ જયોત ના દર્શન થઇ શકશે. આગામી તા. ર ઓગષ્ટ 2026 ના રવિવારના રોજ આશ્રમ ખાતે સૌરાષ્ટ્ર સ્તરીય તેજસ્વી યુવા શિબીરનું આયોજન થયેલ છે
કોઠારિયા કોલોનીના
કોટેશ્ર્વર મહાદેવ મંદિર
કોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતિક સમા કોટેશ્વર મહાદેવ મંદિરે તા.29ને બુધવારના શુભ દિને મંગલકારી ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધુમથી ઉજવાશે. કોટેશ્વર મહાદેવ મંદિરે બજરંગદાસ બાપુની સવારે મંગળાઆરતી કરાશે. સવારે 9 કલાકે ગુરૂપૂજન યોજાશે. મંદીરોને પુષ્પો શ્રૃંગાર કરવામાં આવશે. કોટેશ્વર મહીલા મંડળ દ્વારા ધુન ભજન યોજાશે. સાંજે 7:30 કલાકે કોટેશ્વર મહાદેવના ઓમકાર મહાઆરતી યોજાશે. કોટેશ્વર મહાદેવ મંદિર નવ નિર્મિત ર્જીણોધ્ધાર કરવામાં આવેલ છે. સમગ્ર મંદિર બાપા સીતારામના ગગન ચુંબી નાદથી ગુંજી ઉઠશે. ઝોલી મેરી ભરદે ઓ બગદાણાવાલે બેડા પાર કર દે ઓ બગદાણાવાલેનો દિવ્ય નાદ ગુંજશે.
જીવનનગરમાં સામૂહિક
સત્યનારાયણની કથા
જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્ર્વર મહાદેવ મંદિર અંતર્ગત મહિલા મંડળ દ્વારા ગુરૂૂપૂર્ણિમા દિને સામુહિક સત્યનારાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રધ્ધાળુઓ પૂજા-વસ્તુ સાથે કલામાં ભાગ લઈ શકશે. મહાદેવધામ મહિલા મંડળના વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે જણાવ્યું કે બુધવાર તા. 29 મી એ સાંજે 4-00 કલાકે ગુરૂૂપૂર્ણિમા દિને મંદિરના પટ્ટાંગણમાં સામુહિક કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રધ્ધાળુઓએ કથામાં ભાગ લેવો હોય તેઓએ ગણપતિ ભગવાન સાથે પૂજાપાની વસ્તુઓ સાથે લાવવાની રહેશે.
