પ્રવૃતિ પ્રેરક માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી પર્વ અવસરે કીટનું વિતરણ

પ્રવૃતિ પ્રેરક માનવ કલ્યાણ ટ્રસ્ટ (બેંક ઓફ ઈન્ડિયા નિવૃત્ત કર્મચારી સંગઠનની સેવાકીય પાંખ) એ રોઝરી સ્કૂલ પરિવાર સાથે મળીને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે 210 જરૂરિયાતમંદ પરિવારોને નીચેની ખાદ્ય ચીજોનું વિતરણ કર્યું.જેમાં રવો પેકેટ, મેંદો 1 પેકેટ, બેસન લોટ 1 કિલો, કપાસિયા તેલ 1 લિટર, પૌઆં 1 પેકેટ, મકાઈ પૌઆં 1 કિલો, ગોળ 1 કિ. ગ્રા., ચા ભૂકી 250 ગ્રામ, નમકીન 1 પેકેટ, (કિંમત 530) એમ વિવિધ ચીજવસ્તુઓ હતી. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. વિશાલભાઈ વારિયા દ્વારા પ્રેરિત આ કાર્યક્રમમાં રોઝરી સ્કૂલના વિદ્યાર્થીઓએ સેવા આપી હતી. શાળાના નિમ્નાનુસાર સ્ટાફ સભ્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિકિતા ચાવડા, મિતલ વાડોલિયા, હેતાક્ષી વાઘેલા, મધુ વડાલિયા, હેમાંગી માઢક, રેણુકા ગોહેલ, જીમ્મી મોદી, તૃશાંત ગોસાઇ, પ્રતિક સંચાણીયા, પલ્લવી પારેખ, કૃષ્ણા કિકાણી, બ્રિન્દા પાઉં, અજિતા સાબુ, રશ્મિ પંડ્યા, તન્વી મકવાણા, ભક્તિ કોટક, રઘુભાઈ પંચાસરા વગેરે સેવા આપી હતી.

રિલેટેડ ન્યૂઝ