સિક્કિમમાં ભૂસ્ખલન થતા તિસ્તા નદૃીનો પ્રવાહ આંશિક બંધ

સિક્કિમના મંગન જિલ્લામાં ચ્યાકુંગ નદૃી ઉપર ૫ અને ૬ સપ્ટેમ્બરની રાત્રે ભૂસ્ખલન થયું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.જિલ્લા વહીવટીતંત્રને ંર્ઝ્ર ભીર નજીક બનેલી ઘટના અંગે જિલ્લા પોલીસ અને ચુંગથાંગ સબ-ડિવિઝન પોલીસ તરફથી અહેવાલો મળ્યા હતા. નાગા ફોરેસ્ટ વિસ્તારમાં નાગા-ટોસા રોડના નવા બનેલા રોડ કટીંગ સાથે ટેકરીનો મોટો ભાગ થેંગ ટનલની સામે, તિસ્તા અને ચ્યાકુંગ નદૃીઓના સંગમ પાસે તૂટી પડ્યો હતો.
મિડિયાના અહેવાલ મુજબ, ભૂસ્ખલનના કારણે બંને નદૃીઓના પ્રવાહને આંશિક રીતે અવરોધિત કરવામાં આવ્યો હતો, જેના કારણે તિસ્તા નદૃી અસ્થાયી રૂપે અવરોધાઈ હતી અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં વધુ વિક્ષેપ પડવાની િંચતા વધી હતી.

રિલેટેડ ન્યૂઝ