અમરેલી ખાતે દેવકા વિદ્યાપીઠની દીકરીઓ વોલીબોલમાં જિલ્લા ચેમ્પિયન

રાજ્ય કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ

70મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત તા. 24 ઓગસ્ટના રોજ જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર, અમરેલી ખાતે જિલ્લા કક્ષાની વોલીબોલ બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અંડર-14 અને અંડર-17 એમ બંને વયજૂથમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, દેવકા વિદ્યાપીઠની દીકરીઓએ શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનશિપ મેળવી છે.
આ બંને ટીમો હવે અમરેલી જિલ્લા વતી રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વ વંદનીય અને પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના આશીર્વાદથી ચાલતી દેવકા વિદ્યાપીઠ આ વિસ્તારની એક અગ્રણી અને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા છે. અહીં અભ્યાસની સાથે સાથે રમત-ગમત, સંસ્કાર અને સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. સંસ્થાનું શૈક્ષણિક પરિણામ દર વર્ષે 100% આવે છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્ર ઝા, કેમ્પસ ડાયરેક્ટર વી.કે. મહેતા અને શાળાના આચાર્ય બેલાબેન નાયકે બંને અને શિક્ષકોની ટીમ ટીમોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. બંને ટીમોને કોચ તરીકે સોલંકી દાદુભાઈએ સફળ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ નવા આવેલા કેમ્પસ ડાયરેક્ટર વી કે મહેતા કેમ્પસ ડાયરેક્ટર ખૂબ જ વિદ્યાર્થીઓ પ્રત્યે ઉત્સાહિત અને અનુભવી હોવાથી વિદ્યાર્થીઓ પ્રત્યે રમતગમત ક્ષેત્રે સાંસ્કૃતિક ક્ષેત્રે વૃક્ષારોપણ ક્ષેત્રે અવારનવાર કાર્યક્રમનું આયોજન કરે છે આમ જિલ્લા કક્ષાએ પ્રથમ આપતા પરમ રમેશભાઈ ઓઝા દેવકા વિદ્યા સ્ટાફને અભિનંદન પણ પાઠવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ