દિૃલ્હી, યુપી-બિહાર સહિતના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

IMD દ્વારા દૃેશભરમાં ભારે વરસાદૃ અને વાવાઝોડાનું એલર્ટ અપાયું છે. દિૃલ્હી, ઉત્તર પ્રદૃેશ, બિહાર, પશ્ર્ચિમ બંગાળ તેમજ પહાડી રાજ્યોમાં અતિ ભારે વરસાદૃની આગાહી છે. દિૃલ્હી અને યુપીમાં ૫૦-૭૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. બિહારમાં ગંગા નદૃી ભયજનક સપાટી વટાવી રહી છે. જોકે, ગુજરાતમાં વરસાદૃની ઘટ છે, જેમાં દૃેવભૂમિ દ્વારકામાં ૮૮% અને પોરબંદૃરમાં ૭૩% વરસાદૃ ઓછો નોંધાયો છે.
દૃેશભરમાં હવામાનની પેટર્નમાં ઝડપી ફેરફારો જોવા મળી રહૃાા છે. પહાડી વિસ્તારોની જેમ મેદૃાની વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું છે. ભારતીય હવામાન વિભાગએ દિૃલ્હી, ઉત્તર પ્રદૃેશ, બિહાર, પશ્ર્ચિમ બંગાળ અને પહાડી રાજ્યો માટે અતિ ભારે વરસાદૃ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વ યુપીમાં સવારથી જ વરસાદૃનો દૃોર શરૂ થઈ ગયો છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ ૭૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. ઉત્તર પ્રદૃેશ: પૂર્વ યુપીના ગોંડા, બલરામપુર, બહરાઇચ, લખીમપુર ખીરી અને મહારાજગંજમાં ભારે વરસાદૃ નોંધાયો છે.

રિલેટેડ ન્યૂઝ