પીએમઓનું નકલી આઇડી ધરાવતો યુવક ગનમેન સાથે ઝડપાયો
મુંબઈ પોલીસે જણાવ્યું કે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બે લોકોની અટકાયત કરવામાં આવી છે
મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બે શંકાસ્પદૃ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. એક શંકાસ્પદૃ વ્યક્તિએ પોતાને વડાપ્રધાન કાર્યાલય (ઁર્સ્ં)નો અધિકારી ગણાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, તપાસ દૃરમિયાન તેની પાસેથી ઁર્સ્ં કાર્યાલયનું નકલી ઓળખપત્ર પણ મળી આવ્યું હતું. જ્યારે સુરક્ષા તપાસ કરવામાં આવી ત્યારે ઓળખપત્ર નકલી હોવાનું માલૂમ પડ્યું હતું. માહિતી અનુસાર, બીજા શંકાસ્પદૃ વ્યક્તિ પાસે બંદૃૂક પણ હતી.
આ મામલે ક્રાઇમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે. આ લોકો નકલી ઓળખપત્ર અને હથિયાર સાથે કેમ આવ્યા હતા તે હેતુ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં બંનેને મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મુંબઈ પોલીસે જણાવ્યું કે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બે લોકોની અટકાયત કરવામાં આવી છે. અહીં વડાપ્રધાન મોદૃીનો એક કાર્યક્રમ પણ પ્રસ્તાવિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયત કરવામાં આવેલા વ્યક્તિની ઓળખ ૨૪ વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. તેણે પોતાને વડાપ્રધાન કાર્યાલય (ઁર્સ્ં)નો અધિકારી ગણાવ્યો હતો. તેની સાથે એક બોડીગાર્ડ પણ હતો, જેની પાસે બંદૃૂક હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિ ગઈકાલે નકલી ઓળખપત્ર લઈને વેન્યુની અંદૃર જવાનો પ્રયાસ કરી રહૃાો હતો. જોકે, આ દૃરમિયાન મુંબઈ પોલીસે ચેિંકગ કર્યું હતું અને તપાસમાં તેનું ઓળખપત્ર નકલી મળ્યું હતું. મ્ઝ્ર પોલીસ સ્ટેશનમાં બંને શંકાસ્પદૃો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (મ્ઝ્ર)ના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૬નો પ્રારંભ કરાવવાના છે. તેઓ અહીં કાર્યક્રમને પણ સંબોધિત કરશે.
