યુએસ-ઇઝરાયેલઅને ૮ આરબ દૃેશોના સેવાના વડાઓની બેઠક

હુથીના હુમલાઓમાં વધતા જોખમ વચ્ચે મહાયુધ્ધના ભણકારા

ગુપ્ત બ્ોઠક ઇઝરાયેલ ઉપરાંત સાઉદૃી અરબ, યુએઇ, બહેરીન, કુવૈત, કતાર, જોર્ડન અન્ો ઇજીપ્તના ટોચના સ્ૌન્ય કમાન્ડરો પણ સામેલ

ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને હૂથી હુમલાઓના વધતા જોખમ વચ્ચે અમેરિકા, ઈઝરાયલ અને ૮ અરબ દૃેશોના સૈન્ય પ્રમુખોની એક અત્યંત મહત્ત્વપૂર્ણ બેઠક જર્મનીમાં યોજાઈ છે. ગત અઠવાડિયે મળેલી આ ગુપ્ત બેઠકમાં મધ્ય પૂર્વમાં સુરક્ષા સહયોગ વધારવા અને વર્તમાન કટોકટી અંગે ચર્ચા કરવામાં આવી હતી.એક મીડિયા રિપોર્ટ મુજબ, આ બેઠકનું આયોજન અમેરિકાના સેન્ટકૉમ કમાન્ડર એડમિરલ બ્રાડ કૂપરે કર્યું હતું. આ બેઠકમાં ઈઝરાયલ ઉપરાંત સાઉદૃી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, બહેરીન, કુવૈત, કતાર, જોર્ડન અને ઈજીપ્તના ટોચના સૈન્ય કમાન્ડરો સામેલ થયા હતા. ખાસ વાત એ છે કે આમાં કેટલાક એવા અરબ દૃેશો પણ સામેલ હતા, જેમના ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી. અમેરિકાએ આ બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે ઈરાની હુમલાઓ છતાં તે મધ્ય પૂર્વમાંથી પોતાની સેના હટાવવાની કોઈ યોજના ધરાવતું નથી.વર્ષ ૨૦૨૦ના અબ્રાહમ કરાર બાદૃ ઈઝરાયલ અને અરબ દૃેશો વચ્ચે સૈન્ય સહયોગ સતત વધી રહૃાો છે. ઈરાન સાથેના સંઘર્ષ દૃરમિયાન ઈઝરાયલે યુનાઇટેડ આરબ એમિરેટ્સને આયર્ન ડૉમ સિસ્ટમ અને તેને સંચાલિત કરવા માટે પોતાના કર્મચારીઓ મોકલવાની સાથે રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ જેવી મદૃદૃ પણ પૂરી પાડી છે.
હાલમાં, હૂથીઓ દ્વારા વધી રહેલા હુમલાઓના પગલે સેન્ટકૉમના માધ્યમથી ઈઝરાયલ અને સાઉદૃી અરેબિયા વચ્ચે પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ઈઝરાયલ કઈ રીતે સાઉદૃી સૈન્ય ઓપરેશન્સમાં મદૃદૃરૂપ બની શકે છે.

રિલેટેડ ન્યૂઝ