ઝિરામ ઘાટી નરસંહારમાં ૧૦ નકસલીઓને ફાંસીની સજા

એનઆઇએ કોર્ટનો ૧૩ વર્ષ પછી ચુકાદો

છત્તીસગઢ કોંગ્રેસના નેતાઓના કાફલા પર હુમલામાં ૨૯ના મોત થયા હતા

છત્તીસગઢમાં વર્ષ ૨૦૧૩માં નક્સલીઓ દ્વારા એક એવો હુમલો કરવામાં આવ્યો હતો, જેને આજે પણ યાદૃ કરવામાં આવે છે. તેમાં કેટલાય મોટા કોંગ્રેસના નેતા અને સુરક્ષાકર્મીઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ૫ સપ્ટેમ્બરના રોજ એનઆઈએની સ્પેશિયલ કોર્ટે ૧૦ આરોપીઓને દૃોષિત ઠેરવ્યા હતા અને હવે તેમને સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે આ તમામ આરોપીઓને મૃત્યુદૃંડની સજા સંભળાવી છે. બંને પક્ષોની દૃલીલો સાંભળ્યા બાદૃ દ્ગૈંછ કોર્ટના જજ અજય િંસહ રાજપૂતે ચુકાદૃો આપ્યો છે. કહેવાય છે કે આરોપીઓ પર કુલ ૨૪ કલમો લાગેલી હતી, જેમાંથી ૭ કલમોમાં મૃત્યુદૃંડની સજા આપવામાં આવી છે. હવે ૧૩ વર્ષ બાદૃ આરોપીઓને સજા મળવાથી ન્યાય મળ્યો છે.
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ આખા રાજ્યમાં પરિવર્તન યાત્રા કાઢી રહી હતી. જ્યારે કોંગ્રેસનો કાફલો ઝીરમ ઘાટી પહોંચ્યો ત્યારે ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ તેમના પર હુમલો કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ