ભારતે નોંધાવ્યો ઉગ્ર વિરોધ
અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં પાકિસ્તાની જહાજની અસુરક્ષિત હરકતન્ો કારણે સર્જાયેલી ઘટનામાં મોટુ નુકસાન થયુ નથી
અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમાની અંદૃર એક અત્યંત સંવેદૃનશીલ અને જોખમી ઘટના સામે આવી છે. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ની સાંજે નિયમિત પેટ્રોિંલગ પર રહેલા ભારતીય નૌકાદૃળના અગ્રણી યુદ્ધજહાજ નજીક પાકિસ્તાની નૌકાદૃળનું એક જહાજ અત્યંત ઝડપે અને જોખમી રીતે આવી પહોંચ્યું હતું.
પાકિસ્તાની જહાજના અનપ્રોફેશનલ અને અસુરક્ષિત સંચાલનને કારણે બંને યુદ્ધજહાજો વચ્ચે ટક્કર થઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે આ અથડામણમાં કોઈ મોટું નુકસાન થયું નથી. અહેવાલ અનુસાર ૧૫ સપ્ટેમ્બરની સાંજે ભારતીય નૌકાદૃળનું અગ્રણી યુદ્ધજહાજ ઉત્તર અરબી સમુદ્રમાં નિયમિત સર્વેલન્સ મિશન પર હતું. તે દૃરમિયાન પાકિસ્તાન નેવીનું એક જહાજ અત્યંત હાઇ-સ્પીડ સાથે ભારતીય જહાજ તરફ ધસી આવ્યું હતું. સમુદ્રી નિયમોની વિરુદ્ધ જઈને કરવામાં આવેલા અસુરક્ષિત દૃાવપેચને પગલે બંને જહાજો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ ઘટના આંતરરાષ્ટ્રીય જળસીમામાં બની હતી અને સદૃનસીબે બંને પક્ષે કોઈ મોટું નુકસાન નોંધાયું નથી.
પાકિસ્તાની નૌકાદૃળની આ અસ્વીકાર્ય હરકત સામે ભારતના વિદૃેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. નવી દિૃલ્હી ખાતે આવેલા પાકિસ્તાન હાઈકમિશનના પ્રભારીને વિદૃેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા. વિદૃેશ મંત્રાલયે સમુદ્રમાં પાકિસ્તાની નૌકાદૃળના અસ્વીકાર્ય વર્તન સામે તેમની સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો હતો.વિદૃેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં બનેલી આ ઘટનામાં પાકિસ્તાની જહાજનું વલણ બંને દૃેશો વચ્ચે થયેલા કરારની વિરુદ્ધ હતું. આ ઘટના એપ્રિલ ૧૯૯૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કવાયતો, દૃાવપેચ અને સૈનિકોની હિલચાલ અંગે આગોતરી માહિતી આપવા માટે થયેલા દ્વિપક્ષીય કરારની કલમ ૧૦નું સીધું ઉલ્લંઘન છે.
પાકિસ્તાનના રાજદૃૂતને તાકીદૃ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ લશ્કરી એકમો સાવચેતી રાખે અને પરસ્પર કરારોનું સન્માન કરે.આ વિવાદૃ માત્ર દિૃલ્હી સુધી સીમિત નથી રહૃાો. ભારતના વિદૃેશ મંત્રાલયે પાકિસ્તાનના ઈસ્લામાબાદૃ ખાતે સ્થિત ભારતીય હાઈકમિશનના પ્રભારીને પણ ખાસ સૂચના આપી છે.
ભારતીય રાજદ્વારીને પાકિસ્તાનના વિદૃેશ મંત્રાલય સમક્ષ સત્તાવાર રીતે આ જ પ્રકારનો સખત વિરોધ નોંધાવવાનો આદૃેશ આપવામાં આવ્યો છે.
