ખાદ્ય સુરક્ષા માટે બ્રિકસમાં અનાજ વિનિમયની પહેલ

ભવિષ્યમાં વૈશ્ર્વિક શક્તિ માત્ર વિજળી, નાણાં, કે ટેકનોલોજીના આધાર પર રહેશે નહીં જે દૃેશ વધુ અનાજનું ઉત્પાદૃન કરશે ત્ો અગ્રેસર રહેશે

વિશ્ર્વમાં ખાદ્ય સંકટનો અર્થ માત્ર અનાજની અછત નથી. વાસ્તવિક પડકાર આ છે કે, અનાજનું ઉત્પાદૃન ક્યાં થઇ રહૃાું છે. અનાજ કયા સ્થળે મળી શકે છે. અનાજ કઇ િંકમત્ો મળે છે અને સંકટના સમયે જરૂરિયાત વાળા દૃેશન્ો અનાજ કેટલું ઝડપથી પહોંચાડી શકાય છે.
યુધ્ધ, જળવાયુ પરિવર્તન, દૃુષ્કાળ, પ્ાૂર, ખાતરોની િંકમત તથા આયાત શ્રેણીમાં જે મુશ્કેલીઓ ઉભી થાય છે ત્ો બાબત્ો વૈશ્ર્વિસ ખાદ્ય વ્યવસ્થામાં જે ઉણપો છે ત્ોન્ો ઉજાગર કરી છે આથી આવા સમયમાં દિૃલ્હીમાં તાજેતરમાં યોજાયેલા બ્રિકસ સંમેલનમાં અનાજ વિનિયમનો વ્યવહાર માત્ર વેપારનો પ્રસ્તાવ નથી પરંતુ જે અનાજનો જથ્થો જે દૃેશ પાસ્ો પ્ાૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્ો દિૃશામાં ખાદ્ય- સુરક્ષા વ્યવસ્થા કરવી જોઇએ ત્ો બાબત્ો મહત્વપ્ાૂર્ણ પગલુ પ્ાૂરવાર થઇ શકે છે.
આ પહેલનું મહત્વ બ્રિકસની કૃષિ શક્તિથી સ્પષ્ટ છે. બ્રિકસ દૃેશોની પાસ્ો વિશ્ર્વની આશરે ૪૨ ટકા કૃષિ ભૂમિ છે. ત્ોમની પાસ્ો આશરે ૬૮ ટકા ખેડૂતો છે તથા આ દૃેશો ૪૫ ટકા વૈશ્ર્વિક સ્તરે અનાજનું ઉત્પાદૃન કરે છે. રશીયા ઘઉંનું મોટા પ્રમાણાં ઉત્પાદૃન કરે છે અન્ો સાથે ઘઉંની નિકાસ પણ કરે છે.
વર્ષ ૨૦૨૫માં રશિયાનું કુલ અનાજ ઉત્પાદૃન આશરે ૧૩.૪૫ કરોડ ટન રહૃાું હતું જેમાં ઘઉં ૯.૧૧ કરોડ ટન હતા. ભારતમાં વર્ષ ૨૦૨૫માં આશરે ૧૧.૭૯ કરોડ ટન ઘઉંનું ઉત્પાદૃન થયું હતું. અને વર્ષ ૨૦૨૬માં ભારત્ો ચોખાની નિકાસ આશરે ૨.૩૬ કરોડ ટન કરી હતી.
બીજી તરફ બ્રાઝીલ, મકાઇ તથા સોયાબીનનું મોટા પ્રમાણમાં ઉત્પાદૃન કરે છે વર્ષ ૨૦૨૫-૨૬માં બ્રાઝીલે મકાઇ અને સોયાબીનમાં વૈશ્ર્વિક બજારમાં મોટા પ્રમાણમાં નિકાસ કરી હતી આથી મકાઇની નિકાસની ધારણા આશરે ૪.૧૭ કરોડ ટન ગણાવી શકાય.
આમ ઉત્પાદૃન તથા બજાર બન્ને સ્તર પર બ્રિકસ પાસ્ો એવી ક્ષમતા છે જે વૈશ્ર્વિક ખાદ્ય વ્યવસ્થા પર અસર કરી શકે છે. પ્રસ્તાવિત બ્રિકસ અનાજ વિનિમયના ઉદ્દેશ્ય માત્ર ખેડૂતો તથા ખરીદૃવા વાળાઓે ડિજિટલ માધ્યમોથી જોડવા પડશે તો આ બાબતનો લાભ સિમિત રહેશે.
ત્ોની વાસ્તવિક ઉપયોગીતા ત્યારે ઉજાગર થશે જ્યારે ઉત્પાદૃન, માંગ, કિંમત તથા આયાત નિકાસની યોગ્ય સ્ાૂચના વ્યવસ્થા બનાવવી પડશે. એક ષ્ટાંતથી આ વાત સમજી શકાય કે કોઇ સભ્ય દૃેશમાં દૃુષ્કાળથી ઘઉંનું ઉત્પાદૃન અચાનક ઓછું થાય છે ત્યારે જો બીજા દૃેશ પાસ્ો ઘઉંનો પ્ાૂરતો જથ્થો હોય તો આ સ્ાૂચનાઓ આપતી વેળા જો ડિજિટલ તંત્ર હાજર હોય તો સંકટના સમયમાં વૈકલ્પિક આયાતની ઓળખ તથા વ્યવસ્થા ઝડપી કરી શકાય છે. આથી આ ચર્ચામાં આ બાબત મહત્વની છે કે, અનાજ કોણ વેચી રહૃાું છે અને આ વાત પણ ઉજાગર કરવી જોઇએ કે, ક્યા દૃેશન્ો કેટલા અનાજની જરૂર હોય છે અને અનાજની આયાત ક્યાંથી કરવામાં આવશે.
અલબત્ત આ પ્રશ્ર્ન ખેડૂતો સાથે સંકળાયેલા છે બ્રિકસ દૃેશોમાં નાના ખેડૂતોની સંખ્યા વધુ છે આથી આ મંચ માત્ર નિકાસકારો તથા વેપારી કંપનીઓ સુધી સિમિત રહેવો જોઇએ નહીં. ઉત્પાદૃક સંગઠનો, સહકારી સમિતિઓ તથા કૃષિ સ્ટાર્ટઅપના માધ્યમથી નાના ખેડૂતોન્ો ડિજિટલ બજાર સાથે જોડી શકાય છે. આ પહેલામાં ભવિષ્યમાં ઘઉં, તથા ચોખા સુધી સિમિત રાખવાની જરૂર નથી. મકાઇ, સોયાબીન, દૃાળ, જવ, ખાદ્યત્ોલ તથા અન્ય અનાજની વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ. બ્રિકસની ચર્ચામાં અનાજનું વિનિમયની જે વાત થઇ છે ત્ોમાં અન્ય કૃષિ ઉત્પાદૃનો અને અનાજના વિસ્તારની સંભાવનાનો સ્વીકાર કરાયો છે.
પરંતુ આ માટે માત્ર ડિજિટલ મંચ બનાવવો પ્ાૂરતો નથી. ગુણવત્તાનું માપદૃંડ, અનાજન્ો રાખવાની વ્યવસ્થા, અનાજના પરિવહનનું ન્ોટવર્ક, નાણાની ચૂકવણી અને મેળવવાની પ્રક્રિયા, વીમો તથા આકસ્મિક આયાત પ્રોટોકોલન્ો વિકસીત કરવો પડશે.
બીજા શબ્દૃોમાં અનાજ વિનિમયની સફળતા વેબસાઇટ અથવા એપથી નહીં પરંતુ એની પાછળ મજબ્ાૂત સંસ્થાગત વ્યવસાયી નક્કી થશે ભારત આ પહેલન્ો વ્યાપક ખાદ્ય- સુરક્ષા માળખામાં બદૃલવા માટેની મહત્વપ્ાૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.
ભારત પાસ્ો મોટું કૃષિ બજાર છે અનાજ રાખવાનો અનુભવ છે. ડિજિટલ સાર્વજનિક સંરચના છે તથા કરોડો ખેડૂતોનું ન્ોટવર્ક છે. આથી ભારત્ો બ્રિકસમાં એવું તંત્ર વિકસિત કરવાની દિૃશામાં આગળ વધવું જરૂરી છે જેમાં ત્રણ સ્તર હોવા જોઇએ પ્રથમ છે કૃષિ બજાર, બીજુ કૃષિ સ્ાૂચના તથા પ્ાૂર્વ ચેતવણી પ્રણાલી અને ત્રીજું છે સંકટના સમયમાં ખાધ આયાતનો સમન્વય.

રિલેટેડ ન્યૂઝ