જમ્મુ કાશ્મીરમાં મોડી રાત્રે ઉધમપુરમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના મજાલતા વિસ્તારમાં સુરક્ષાદૃળો અને આતંકીઓ વચ્ચે મોડી રાત્રે થયેલી ભીષણ અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા છે. આ સફળ ઓપરેશન ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ની વચ્ચેની રાત્રે હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષાદૃળોને જંગલ વિસ્તારમાં આતંકીઓની શંકાસ્પદૃ હિલચાલ અંગે ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે વ્હાઇટ નાઈટ કોર્પ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત રીતે આ ટાર્ગેટેડ કાઉન્ટર-ટેરરિઝમ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
ઠાર કરાયેલા બંને આતંકીઓ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદૃ (ત્નીસ્) ના પ્રોક્સી સંગઠન કશ્મીર ટાઈગર્સ સાથે સંકળાયેલા હોવાનું મનાઈ રહૃાું છે. ખરાબ હવામાન, મુશ્કેલ ભૂપ્રદૃેશ અને ઓછી દ્રશ્યતા જેવા પડકારો હોવા છતાં સુરક્ષાદૃળોના જવાનોએ મોડી રાત્રે આ ઓપરેશનને અંજામ આપ્યો હતો.
અથડામણ બાદૃ ઘટનાસ્થળેથી આતંકીઓના શબ સાથે મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દૃારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ વિસ્તાર લાંબા સમયથી જેએમ-સંબંધિત જૂથો માટે પારગમન માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો રહૃાો છે.
સુરક્ષાદૃળો દ્વારા હાલમાં સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે, જેથી આસપાસના જંગલોમાં છુપાયેલા અન્ય સંભવિત આતંકીઓને શોધીને ખતમ કરી શકાય. ઉલ્લેખનીય છે કે આ જ મજાલતા વિસ્તારમાં અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ સમાન ઓપરેશન દૃરમિયાન બે શંકાસ્પદૃ આતંકીઓ માર્યા ગયા હતા. આ ઉપરાંત, આ ઘટનાના થોડા દિૃવસો પહેલા જ બડગામ જિલ્લામાં લશ્કર-એ-તૈયબા (ન્ી્) ના એક ખતરનાક કમાન્ડરને પણ સુરક્ષાદૃળોએ ઠાર કર્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદૃો જાળવવા માટે સુરક્ષાદૃળોની આ કાર્યવાહી અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે અને તેનાથી આતંકી સંગઠનોના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ