ફિજીમાં એચઆઈવીના કેસ બેકાબૂ થતાં રાષ્ટ્રીય કટોકટી જાહેર

ફિજીમાં એચઆઈવી સંક્રમણના વધતા કેસોને પગલે સરકારે રાષ્ટ્રીય એચઆઈવી કટોકટી જાહેર કરી છે. દૃેશના આરોગ્ય મંત્રી એન્ટોનિયો લાલાબાલાવુએ જણાવ્યું કે મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દૃેશમાં એચઆઈવી ટેસ્ટિંગ, સારવાર અને બચાવના પગલાંને ઝડપી બનાવવામાં આવી રહૃાા છે.
ફિજીમાં હાલ દૃર ૬૦ પુખ્ત વ્યક્તિમાંથી ૧ વ્યક્તિ એચઆઈવીથી સંક્રમિત હોવાનો અહેવાલ છે. ૫ વર્ષ પહેલાં આ પ્રમાણ દૃર ૧૬૭માંથી ૧ હતું. હાલમાં આશરે ૯,૧૦૦ ફિજીવાસીઓ એચઆઈવી સાથે જીવી રહૃાા હોવાનું જણાવાયું છે.
કટોકટી જાહેર થયા બાદૃ દૃેશમાં મફત એચઆઈવી ટેસ્ટિંગ, સારવાર અને સંક્રમણ અટકાવવાના પગલાં મોટા પાયે શરૂ કરવામાં આવ્યા છે. એચઆઈવી સાથે જોડાયેલી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે મૃત્યુ પામતા બાળકોની સંખ્યા વધતી હોવાની પણ માહિતી સામે આવી છે.
ફિજી સહિતના કેટલાક પ્રશાંત ટાપુ દૃેશો લાંબા સમયથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ તરફ જતી નશીલી દૃવાઓ માટે ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગમાં લેવાતા રહૃાા છે. કોવિડ-૧૯ દૃરમિયાન સપ્લાયમાં ઘટાડા બાદૃ મેથામ્ફેટામાઇન અને કોકેઇન જેવા ડ્રગ્સની સપ્લાયમાં વધારો થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ