૨૩ સપ્ટેમ્બરે તટ પર ત્રાટકવાની શક્યતા
હવામાન પ્રણાલીને કારણે દૃેશના આશરે ૮ રાજ્યોમાં ૨૭ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદૃની આશંકા વ્યક્ત કરવામાં આવી છે
બંગાળની ખાડીમાં સર્જાયેલું લૉ પ્રેશર ઝોન હવે વધુ મજબૂત બનીને ઉત્તર-પશ્ર્ચિમ દિૃશા તરફ આગળ વધી રહૃાું છે. જો આ સિસ્ટમ વધુ ગંભીર રૂપ ધારણ કરશે તો તેને આ વર્ષના પ્રથમ ચક્રવાતી તોફાન ’અર્નબ’ તરીકે ઓળખવામાં આવશે. હવામાન વિભાગ અને સ્કાઇમેટના પૂર્વાનુમાન મુજબ, આ સંભવિત તોફાન અને હવામાન પ્રણાલીને કારણે દૃેશના આશરે ૮ રાજ્યોમાં ૨૭ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદૃની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન સંસ્થા સ્કાઇમેટના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલું નિમ્ન દૃબાણનું ક્ષેત્ર હવે મધ્ય-પશ્ર્ચિમ બંગાળની ખાડી તરફ પહોંચી ગયું છે. મંગળવારે આ સિસ્ટમ દૃબાણમાં અને ૨૩ સપ્ટેમ્બર (બુધવાર) સુધીમાં ’ડીપ ડિપ્રેસન’ એટલે કે ગંભીર દૃબાણના ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે. બુધવારે જ આ સિસ્ટમ ઉત્તર આંધ્રપ્રદૃેશ અને દૃક્ષિણ ઓડિશાના દૃરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ વાવાઝોડાની સૌથી વધુ સીધી અસર ઉત્તર આંધ્રપ્રદૃેશ, દૃક્ષિણ ઓડિશા અને તેલંગાણામાં જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં મંગળવારથી જ વાદૃળછાયું વાતાવરણ અને ભારે વરસાદૃ શરૂ થઈ ગયો છે. ૨૭ સપ્ટેમ્બર સુધી આ રાજ્યોના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદૃને કારણે જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે.
માત્ર તટીય રાજ્યો જ નહીં, પરંતુ આ સિસ્ટમની વ્યાપક અસરને કારણે પૂર્વ ઉત્તર પ્રદૃેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદૃેશના પૂર્વ ભાગો અને મહારાષ્ટ્રના વિદૃર્ભ વિસ્તારમાં પણ મુસળધાર વરસાદૃ પડી શકે છે. કેટલાક ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પૂરનું સંકટ ઊભું થઈ શકે છે.
