તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને તેમની ટીમે તાત્કાલિક કરાવી કામગીરી
પોરબંદર નજીકના રાણાવાવના ગ્રામ્ય વિસ્તારમાં અજગરનું રેસક્યુ કરવામાં આવ્યુ હતુ.
રાણાવાવ તાલુકાના ખેતર વિસ્તારમાં ખેડૂતોને મગફળીના પાકમાં એક અજગર દેખાતા, રાણાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ ઓઘડભાઈ ખિસ્તરીયાને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.તેમણે તાત્કાલિક સ્થળ પર પહોંચી, જીવદયાના ધોરણે માનવીય અભિગમ અપનાવી અજગરને સલામત રીતે પકડી લીધો હતો અને વન વિભાગ, રાણાવાવને જાણ કરી તેને સુપ્રત કર્યો હતો.વન વિભાગ દ્વારા અજગરની આરોગ્ય તપાસ કરવામાં આવેલ છે અને તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુકત કરવામાં આવશે.બનાવ દરમિયાન કોઈ નુકસાન થયેલ નથી તથા અજગર સંપૂર્ણ સ્વસ્થ છે.રાણાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ ખિસ્તરીયા સ્થાનિક નાગરિકોને અપીલ કરે છે કે જો કોઈપણ પ્રકારના જંગલી જીવજંતુ કે વન્ય પ્રાણી દેખાય તો તેને મારી ન નાખતા તાત્કાલિક વન વિભાગ અથવા અમારો સંપર્ક કરવો. જીવદયા એ આપણો ધર્મ છે અને પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી સામાજિક ફરજ છે.
