ફોન રિસીવ નહિ થતા બહેને રૂબરૂ આવી તપાસ કરતા ભાઈની બિલ્ડીંગની અગાસીમાંથી લાશ મળી
રાજકોટમાં શહેરનાં ભોમેશ્વર પ્લોટ 8 મા રહેતા અને ઢેબર રોડ પર દરજીની દુકાન ચલાવતા એકલા રહેતા 40 વર્ષીય વહોરા આધેડની તેનાં બિલ્ડીંગની અગાસી પર હત્યા કરાયેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. એકલા રહેતા કુંવારા વહોરા આધેડનાં છાતીનાં ભાગે છરીનાં ઘા ઝીંકી તેમની હત્યા કરવામા આવી હોવાનુ સામે આવતા આ મામલે તપાસ માટે પોલીસ અધીકારીઓ તેમજ ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતક પાસે શાકભાજી સુધારવાની છરી પણ પડી હોય તેનાથી જ હત્યા કરી હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે . હત્યા પાછળનુ કારણ જાણવા અને હત્યારાની ઓળખ મેળવવા પોલીસ કામે લાગી છે.
મળતી વિગતો મુજબ શહેરનાં ભોમેશ્વર પ્લોટ 8 મા બાબજી એવન્યુ ચોથા માળે ફલેટ નં 402 મા રહેતા અબ્બાસભાઈ ઇસુબભાઈ મરચન્ટ (ઉ. વ. 40 ) નામનાં પ્રૌઢની તેમનાં અગાશી ઉપર લાશ મળી આવી હતી . ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ તેમજ એસઓજી અને એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઉપરાંત ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી સહીતનાં અધીકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમીક તપાસમા જાણવા મળ્યુ કે અબાસભાઈની લાશ અગાસીમા મળી હોય તે બીલ્ડીંગનાં ચોથા માળે તે રહે છે અને ઢેબર રોડ પર દરજીની દુકાન ચલાવે છે એક ભાઈ અને એક બહેનમા મોટા અબાસભાઇ હજુ કુંવારા હતા . તેમનાં લગ્ન થયા ન હતા. અબાસભાઈની લાશ પાસે શાકભાજી કાપવાની છરી પણ મળી આવી હોય તેમનાં છાતીનાં ભાગે છરીનાં ઘા ઝીકી હત્યા કર્યાનુ સામે આવ્યુ છે ત્યારે આ હત્યામા છરીનો ઉપયોગ થયાની શંકા દર્શાવવામા આવી છે છેલ્લા 4 દિવસથી અબાસભાઇ તેમનાં બહેનનાં ફોન રીસીવ કરતા ન હોય તેથી બહેને આવીને તપાસ કરતા ભાઈની લાશ અગાસીમાથી મળી હતી. અબાસભાઈ પાસેથી એક ડાયરી પણ મળી આવી છે . ત્યારે આ મામલે પોલીસે બનાવ આપઘાતનો હોવાની શંકા પણ વ્યકત કરી છે જો કે આ અંગે પોસ્ટમોર્ટમમા સત્ય બહાર આવશે.
