મુંબઈ: દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડમાં હવે પ્રથમ વખત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ આ પ્રકારે સાયબર ફ્રોડનો ભોગ બનનારને રૂા.25000 સુધીનું વળતર આપશે તેવી જાહેરાત કરીને પ્રથમ વખત આ પ્રકારનો અભિગમ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ દર્શાવ્યો છે. આરબીઆઈ ગવર્નર શ્રી સંજય મલહોત્રાએ જણાવ્યું કે અમોએ આ સતત ત્રણ ગાઈડલાઈન નિશ્ર્ચિત કરી છે. એક વિમા પોલીસી કે અન્ય યોજનાઓમાં જે મીસ સેલીંગ થાય છે તે સંબંધી બીજી લોન રીકવરી અને રીકવરી એજન્ટો દ્વારા અપનાવતી ધિરાણ વસુલવાની ખોટી રીતો અને અનઓથોરાઈઝ જેમા ગ્રાહકે સંમતી આપી ન હોય ત્યાં બેન્કીંગ (ઈલેકટ્રોનીક) વ્યવહારોમાં ગ્રાહકની જવાબદારી મર્યાદીત કરવા માટે રિઝર્વ બેન્ક આગળ વધી રહી છે.
શ્રી મલ્હોત્રાએ સાયબર ક્રાઈમ કે તેવા ફ્રોડનો ભોગ બનનાર નાના બેન્ક ગ્રાહકો માટે રૂા.25000 સુધીનુ વળતર આપવાના આવશે તેવી જાહેરાત કરી હતી. શ્રી મલ્હોત્રાએ જાહેર કર્યુ કે ડીજીટલ સલામતી વધારવા અમોએ એક ચર્ચા પેપર જાહેર કરીશું જેમાં ખાસ કરીને સિનીયર સીટીઝનના બેન્કીંગ વ્યવહારો કે તેઓ દ્વારા અચાનક જ મેળવાતા ધિરાણમાં ઓથેન્ટીક તરીકે દર્શાવતી વધુ એક સ્ટેપની જોગવાઈ કરવામાં આવશે. ભારતમાં 2024/25માં બેન્કના ડેબીટ, ક્રેડીટકાર્ડ અને ઈન્ટરનેટ આધારિત 13469 કેસોમાં રૂા.520 કરોડની રકમ ગ્રાહકોએ ગુમાવી છે તો 2023/24માં આ પ્રકારે 29080 કેસોમાં રૂા.1457 કરોડ રકમ ફ્રોડ કરનારા મેળવી ગયા હતા. રિઝર્વ બેન્ક અનેક રીતે આ પ્રકારના ફ્રોડ સામે સાવધાનીના અને બેન્ક ગ્રાહકોને સાવચેતી રાખવાના પગલા લીધા છે.
