રાજકોટમાં નિવૃત મામલતદાર અને ધંધાર્થી સહિત ત્રણના હાર્ટ ફેઈલ

બે વૃદ્ધ અને આધેડને આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં અલ્કાપાર્કમાં નિવૃત્ત મામલતદાર, રામાણીપાર્કમાં ક્ધટ્રક્શનના ધંધાર્થી, રવિન્દ્રનાથ ટાગોર ટાઉનશીપમાં દરજીએ દમ તોડ્યો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર અલ્કાપાર્કમાં રહેતા નિવૃત્ત મામલતદાર નારણભાઇ રામજીભાઇ મકવાણા (ઉ.વ.71)પોતાના ઘરે હતા ત્યારે સવારના અરસામા હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનું મોત નીપજ્યુ હતું. મૃતક વૃધ્ધને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. બીજા બનાવમાં મોરબી રોડ પર રામાણીપાર્કમાં રહેતા અને ક્ધટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા રમેશભાઇ કુરજીભાઇ ભાખર (ઉ.વ.61)ને મધરાત્રે હૃદયરોગનો હુમલો આવતા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતા. મૃતક વૃધ્ધને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ત્રીજા બનાવમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ વિસ્તારમાં રવિન્દ્રનાથ ટાગોર ટાઉનશીપમાં રહેતા અને દરજી કામ કરતા સુરેશભાઇ ગોકળભાઇ ગોહેલ (ઉ.વ.56)બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તબીબે જોઇ તપાસી આધેડનુ હાર્ટએટેકથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કર્યુ હતું. ઉ5રોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ