અમાગી મીડિયા લેબ્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 13 જાન્યુઆરી, 2026ના રોજ ખુલશે

અમાગી મીડિયા લેબ્સ લિમિટેડ (the Company)મંગળવાર, 13 જાન્યુઆરી, 2026ના રોજ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ (Offer)ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે સોમવાર, 12 જાન્યુઆરી, 2026ના રોજ રહેશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026 છે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 343થી રૂ. 361 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 41 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 41 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
આઈપીઓમાં રૂ. 8,169.00 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 2,69,42,343 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
વેચાણ માટેની ઓફરમાં પીઆઈ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ 1 દ્વારા 98,89,646 સુધીના ઇક્વિટી શેર્સ, એક્સેલ ઈન્ડિયા 6 (મોરેશિયસ) લિમિટેડ દ્વારા 50,72,582 સુધીના ઇક્વિટી શેર્સ, ટુડી હોલ્ડિંગ્સ દ્વારા 50,72,582 સુધીના ઇક્વિટી શેર્સ, પીઆઈ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ 2 દ્વારા 34,11,792 સુધીના ઇક્વિટી સેર્સ, નોર્વેસ્ટ વેન્ચર પાર્ટનર્સ 10- મોરિશિયસ દ્વારા 33,81,721 સુધીના ઇક્વિટી શેર્સ (સાથે મળીને Investor Selling Shareholders), રાહુલ ગર્ગ દ્વારા 60,000 સુધીના ઇક્વિટી શેર્સ, રજત ગર્ગ દ્વારા 22,725 સુધીના ઇક્વિટી શેર્સ, કોલ્લેનગોડે રામનાથન લક્ષ્મીનારાયણન દ્વારા 18,495 સુધીના ઇક્વિટી શેર્સ, પ્રેમ ગુપ્તા દ્વારા 10,000 સુધીના ઇક્વિટી શેર્સ, રાજેશ રામૈયા દ્વારા 2,800 સુધીના ઇક્વિટી શેર્સ (સાથે મળીને Individual Selling Shareholders)નો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ