ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ આજે સંપૂર્ણ ઇલેક્ટ્રિક અર્બન ક્રૂઝર ઇબેલાના લોન્ચની જાહેરાત કરી, જે ભારતમાં ટોયોટાની બેટરી ઇલેક્ટ્રિક વાહન (બીઈવી) સેગમેન્ટમાં સત્તાવાર એન્ટ્રી દર્શાવે છે.
ઇલેક્ટ્રિફાઇડ મોબિલિટીમાં ટોયોટાના વૈશ્વિક અનુભવ સાથે, સંપૂર્ણ ઇલેક્ટ્રિક અર્બન ક્રૂઝર ઇબેલા આકર્ષક એસયુવી ડિઝાઇન, વિશાળ અને પ્રીમિયમ ઇન્ટિરિયર, અદ્યતન ટેકનોલોજી તેમજ સ્મૂથ અને આત્મવિશ્વાસભર્યો ઇલેક્ટ્રિક પરફોર્મન્સ પ્રદાન કરે છે.
અર્બન એસયુવી કોન્સેપ્ટ પરથી વિકસિત, સંપૂર્ણ ઇલેક્ટ્રિક અર્બન ક્રૂઝર ઇબેલા ટોયોટાની મલ્ટી-પાથવે એપ્રોચને આગળ વધારવાનો વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. આ મોડલ ગ્રાહકોને વિવિધ ઇલેક્ટ્રિફાઇડ પાવરટ્રેન વિકલ્પો આપે છે તેમજ ભારતના ઊર્જા સુરક્ષા અને ડિકાર્બનાઇઝેશનના લક્ષ્યોને સમર્થન આપે છે.
નવા મોડલ અંગે ટિપ્પણી કરતાં માસાકાઝુ યોશિમુરા, ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ટોયોટા કિર્લોસ્કર મોટરે જણાવ્યું, સંપૂર્ણ ઇલેક્ટ્રિક અર્બન ક્રૂઝર ઇબેલા અમારી મલ્ટી-પાથવે એપ્રોચને આગળ ધપાવતો એક મહત્વપૂર્ણ આધાર છે, જેમાં અમારું લક્ષ્ય કોઈને પાછળ ન મૂકતા કાર્બન ન્યુટ્રાલિટી તરફ યોગદાન આપવાનું છે. ભારત માં આ મોડલના લોન્ચ સાથે, અમે ગ્રીન મોબિલિટી તરફ ભારતના પરિવર્તનને મજબૂત સમર્થન આપવાની અમારી પ્રતિબદ્ધતા પુન:દ્રઢ કરીએ છીએ. અમારી મજબૂત પ્રોડક્ટ લાઇન-અપ, ટેકનોલોજી લીડરશિપ, વિશ્વસનીય આફ્ટર-સેલ્સ સર્વિસ અને વ્યાપક ડીલરશિપ નેટવર્ક દ્વારા, અમે ટકાઉ મોબિલિટીના લક્ષ્યો હાંસલ કરતા તમામ માટે ગતિશીલતાની સ્વતંત્રતા પ્રદાન કરવાનો ઇરાદો ધરાવીએ છીએ.
