ગુજરાત: ગુજરાતી મનોરંજન ક્ષેત્રનું અગ્રણી પ્લેટફોર્મ અને ’જોજો લિમિટેડ’ (JOJO Limited) નો હિસ્સો એવી JOJO APP એ એલજી ઇલેક્ટ્રોનિક્સ (LG) સાથેની વ્યૂહાત્મક ભાગીદારીમાં પોતાની FAST ચેનલ (Free Ad-supported Streaming TV) – ‘JOJO TV’ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. આ સુવિધા કૠ સ્માર્ટ ટીવી પર ઉપલબ્ધ ’કLG Channels’ ’ પ્લેટફોર્મ પર જોવા મળશે. આ સહયોગ દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગુજરાતી ક્ધટેન્ટનું વિશાળ કલેક્શન હવેLG Channels’ ના માધ્યમથી લાખો પરિવારોના લિવિંગ રૂમ સુધી સીધો પહોંચશે.
આ પ્રસંગે જોજો એપ (JOJO App ) ના ફાઉન્ડર અને ઈઊઘ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, અમારો ધ્યેય હંમેશા દરેક ઘર સુધી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગુજરાતી ક્ધટેન્ટ પહોંચાડવાનો રહ્યો છે.LG Channels પર ’JOJO TV’ ’ લોન્ચ કરવા માટે LG સાથે ભાગીદારી કરીને, અમે અમારી ફિલ્મો અને ઓરિજિનલ સિરીઝનું વિશાળ કલેક્શન સીઘી બિગ સ્ક્રીન પર એક અદભૂત અનુભવ સાથે લાવી રહ્યા છીએ. પ્રાદેશિક મનોરંજન ક્ષેત્રે નવીનતા લાવવા અને અમારા પ્રેક્ષકો જ્યાં પણ હોય ત્યાં સુધી પહોંચવાની અમારી સફરમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
