એમક્યોર ફાર્માએ દર્દીઓની પહોંચને વિસ્તારવા Poviztra ના શરૂઆતના ડોઝની કિંમત 55 ટકા ઘટાડી

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે (BSE: 544210,NSE: EMCURE ભારતભરમાં તેની વેઇટ મેનેજમેન્ટ ડ્રગ Poviztra (સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન) ની કિંમતમાં ઘટાડો જાહેર કર્યો છે. ઘટાડેલી કિંમત રૂ. 3,999/- પ્રતિ મહિને (અઠવાડિયે 4 ડોઝ) થી શરૂ થશે. ઇનોવેટર સેમાગ્લુટાઇડ અઠવાડિયામાં એક વખત લેવાતા પેન ડિવાઇસમાં 0.25 મિલિગ્રામ, 0.5 મિલિગ્રામ, 1.0 મિલિગ્રામ, 1.7 મિલિગ્રામ અને 2.4 મિલિગ્રામના મેઇન્ટેનન્સ ડોઝની પાંચ માત્રામાં ઉપલબ્ધ છે. તે એક અત્યાધુનિક પેન ડિવાઇસમાં આવે છે, જે સરળ રીતે દવા આપવાની સુવિધા અને ચોક્કસ ડોઝિંગ સુનિશ્ચિત કરે છે.
સ્થૂળતા માટે નોવો નોર્ડિસ્કના સેમાગ્લુટાઇડ ઇન્જેક્શનની બીજી બ્રાન્ડ Poviztra નું એક્સક્લુઝિવલી ડિસ્ટ્રિબ્યુશન અને કોમર્શિયલાઇઝ કરનારી પ્રથમ ભારતીય કંપની તરીકે, એમક્યોરનો ઉદ્દેશ્ય વધુ દર્દીઓ સુધી પહોંચ વધારવાનો અને ઘટાડેલી કિંમતે આ પુરવાર થયેલી સારવારનો લાભ વધુને વધુ દર્દીઓનેઆપવાનો છે.

રિલેટેડ ન્યૂઝ