નિફ્ટી 50 વેલ્યુ 20: વેલ્યુ ઇન્વેસ્ટિંગ અને લાર્જ-કેપ સ્થિરતાનું અનોખું સંયોજન

ઇક્વિટી બજારમાં લાંબા ગાળે સંપત્તિ સર્જવા માટે વેલ્યુ ઇન્વેસ્ટિંગ સૌથી વિશ્ર્વસનીય રોકાણ અભિગમોમાંનું એક માનવામાં આવે છે

ચિંતન હરિયા, પ્રિન્સિપલ – ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી અનુસાર, આજના બજારમાં રોકાણકારો મોટાભાગે ઝડપી વૃદ્ધિ ધરાવતા શેરો તરફ આકર્ષાય છે, જેના કારણે ગ્રોથ સ્ટોક્સ ઊંચા મૂલ્યાંકન પર ટ્રેડ થાય છે. બીજી તરફ, મજબૂત બેલેન્સ શીટ, સારો કેશ ફ્લો અને કાર્યક્ષમ સંચાલન ધરાવતી અનેક વેલ્યુ કંપનીઓ બજારના ધ્યાનથી વંચિત રહી જાય છે.
ઇતિહાસ દર્શાવે છે કે લાંબા ગાળે વેલ્યુ સ્ટોક્સે ઘણી વખત ગ્રોથ સ્ટોક્સ જેટલા અથવા તેનાથી વધુ વળતર આપ્યા છે, તે પણ તુલનાત્મક રીતે ઓછા જોખમ સાથે. પડકાર એ છે કે આવી ગુણવત્તાસભર અને લિક્વિડ કંપનીઓની ઓળખ કેવી રીતે કરવી. આ માટે નિફ્ટી 50 વેલ્યુ 20 ઇન્ડેક્સ આધારિત ઊઝઋ અથવા ઇન્ડેક્સ ફંડ એક વ્યવસ્થિત વિકલ્પ બની શકે છે.
આ ઇન્ડેક્સમાં નિફ્ટી 50માંથી પસંદ કરાયેલી 20 કંપનીઓનો સમાવેશ થાય છે. પસંદગી ચાર મુખ્ય માપદંડો પર આધારિત છે-ઉચ્ચ છયિીંક્ષિ જ્ઞક્ષ ઈફાશફિંહ ઊળાહજ્ઞુયમ (છજ્ઞઈઊ), નીચો ઙશિભય-જ્ઞિં-ઊફક્ષિશક્ષલત (ઙ/ઊ), નીચો ઙશિભય-જ્ઞિં-ઇજ્ઞજ્ઞસ ટફહીય (ઙ/ઇટ) અને વધુ ડિવિડન્ડ યિલ્ડ. આ પ્રક્રિયા માત્ર સસ્તા દેખાતા શેરોને નહીં, પરંતુ યોગ્ય મૂલ્યાંકન પર ઉપલબ્ધ ગુણવત્તાસભર વ્યવસાયોને પ્રાથમિકતા આપે છે. વૈવિધ્યતા જાળવવા માટે રીબેલેન્સિંગ દરમિયાન કોઈ એક કંપનીનું વજન 15 ટકાથી વધુ રાખવામાં આવતું નથી. ઉપરાંત, ઇન્ડેક્સ માત્ર લાર્જ-કેપ અને ઉચ્ચ લિક્વિડિટી ધરાવતા શેરોમાં રોકાણ કરીને લિક્વિડિટીના જોખમને ઘટાડે છે.

રિલેટેડ ન્યૂઝ