સિલ્વરસ્ટોર્મ પાર્ક્સ એન્ડ રિસોર્ટ્સ લિમિટેડનો આઈપીઓ 24 જુલાઈ, 2026ના રોજ ખુલશે

ઇન્ટિગ્રેટેડ એમ્યુઝમેન્ટ ડેસ્ટિનેશન, સિલ્વરસ્ટોર્મ પાર્ક્સ એન્ડ રિસોર્ટ્સ લિમિટેડે 24 જુલાઈ, 2026ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત મૂકી છે, જેનો ઉદ્દેશ્ય બીએસઇ એસએમઇ પર લિસ્ટેડ થનારા શેર સાથે રૂા.82.43 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનો છે.
ઈશ્યુની સાઇઝ પ્રત્યેક રૂા.10ના અંકિત મૂલ્ય પર પ્રતિ શેર રૂા.123 – રૂા.133ના પ્રાઇઝ બેન્ડ સાથે 61,98,000 ફ્રેશ ઇક્વિટી શેર છે.
ઇક્વિટી શેરની ફાળવણી
એન્કર પોર્શન – 17,61,000 ઇક્વિટી શેરથી વધુ નહીં
ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર (એન્કર સિવાય) – 11,76,000 ઇક્વિટી શેરથી વધુ નહીં
નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 8,88,000 ઇક્વિટી શેરથી ઓછા નહીં
ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 20,62,000 ઇક્વિટી શેરથી ઓછા નહીં
માર્કેટ મેકર – 3,11,000 ઇક્વિટી શેર
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ લખનઉ સ્નો પાર્ક અને એફઇસી બનાવવાને સંબંધિત મૂડી ખર્ચ માટે ભંડોળ પૂરૂં પાડવા, કેરળના હાલના અથિરાપિલી થીમ પાર્કના વિસ્તરણ અને અપગ્રેડેશન સંબંધિત મૂડી ખર્ચ માટે ભંડોળ પૂરૂં પાડવા, ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અને/અથવા પૂર્વ-ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. એન્કર બિડિંગ ગુરૂવાર, 23 જુલાઈ, 2026ના રોજ છે. આ ઈશ્યુ શુક્રવાર, 24 જુલાઈ, 2026ના રોજ ખુલશે, મંગળવાર, 28 જુલાઈ, 2026ના રોજ બંધ થશે અને શેર શુક્રવાર, 31 જુલાઈ, 2026ના રોજ લિસ્ટેડ થશે.
ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર વિવરો ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે અને ખઞઋૠ ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.

રિલેટેડ ન્યૂઝ