વિડિઓમાં રાઠીએ દૃાવો કર્યો છે કે કાજોલ, બિપાશા બાસુ અને પ્રિયંકા ચોપરા જેવા ઘણા કલાકારોએ આવી સર્જરી કરાવી છે
રણવીર િંસહ ની ફિલ્મ ‘ધુરંધર પર કંટેન્ટ ક્રિએટર ધ્રુવ રાઠી એ હવે બોલિવૂડ અભિનેત્રીઓને સ્કિનને ચમકાવતી સારવાર કરાવવા બદૃલ આકરી ટીકા કરી છે, જેમાં અભિનેતાની પત્ની, અભિનેત્રી દૃીપિકા પાદૃુકોણ નો પણ સમાવેશ થાય છે. યુટ્યુબ પર ‘ધ ફેક બ્યુટી ઓફ બોલિવૂડ સેલિબ્રિટીઝ નામના ધ્રુવ રાઠીના તાજેતરના વિડિઓમાં રાઠીએ દૃાવો કર્યો છે કે કાજોલ, બિપાશા બાસુ અને પ્રિયંકા ચોપરા જેવા ઘણા કલાકારોએ આવી સર્જરી કરાવી છે. પરંતુ, તેમના આરોપો દૃીપિકાના ચાહકોને પસંદૃ ન આવ્યા અને તેઓ સોશિયલ મીડિયા પર તેનો બચાવ કરવા માટે પહોંચી ગયા છે.તેણે વીડિયોમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ તરફ ઈશારો કરતા કહૃાુંજે સુંદૃરતાને તમે ભગવાનની ભેટ માનો છો, તે ખરેખર ડૉક્ટરની ભેટ બની ગઈ છે. આ પછી, તેણે કેટલીક કોસ્મેટિક સર્જરી પ્રક્રિયાઓનો ઉલ્લેખ કર્યો, જેમાં નોઝ જોબ, લિપ ફિલર, ચરબી દૃૂર કરવી, જડબાના વિસ્તરણ, ફેસ લિટ, બોટોક્સ અને અન્યનો સમાવેશ થાય છે, અને આરોપ લગાવ્યો કે મોટાભાગના બોલિવૂડ અને હોલીવુડ સેલિબ્રિટીઓ સામાન્ય લોકોને અસુરક્ષિત અનુભવ કરાવવા માટે આ કરાવે છે. ત્યારબાદૃ તેણે ઘણા સેલિબ્રિટીઓની ક્લિપ્સ બતાવી જેમાં તેઓ સ્વીકારે છે કે તેઓએ સર્જરી કરાવી છે, અને જે લોકોએ જાહેરમાં સ્વીકાર્યું નથી તેને ખોટા સાબિત કર્યા હતા.બોટોક્સ ઉપરાંત યુટ્યુબરે બિપાશા બાસુ, દૃીપિકા પાદૃુકોણ, શિલ્પા શેટ્ટી, કાજોલ અને પ્રિયંકા ચોપરા જેવી ઘણી અભિનેત્રીઓના નામ પણ સૂચિબદ્ધ કર્યા, અને દૃાવો કર્યો કે તે બધાએ સ્કિન લાઈટિંનગ ટ્રીટમેન્ટ કરાવી છે. તેણે એમ પણ કહૃાું કે આવી અભિનેત્રીઓ ચોક્કસ ગ્લુટાથિઓન ઇન્જેક્શન લે છે, તેણે એ પણ કહૃાું કે તેની કરિયરની શરૂઆતમાં તેનો સ્કિન કલર ઘાટો દૃેખાતો હતો, પરંતુ હવે તે લાઈટ થઈ ગયો છે, પરંતુ સનલાઇટમાં ઓછું જવાથી અને ક્રીમ લગાવવાથી સ્કિન કલરમાં ફેરફાર થાય છે. તેણે એવો પણ દૃાવો કર્યો કે અભિનેતા શેફાલી જરીવાલાનું મૃત્યુ ખાલી પેટ એન્ટી એિંજગ ઇન્જેક્શન લેવાને કારણે થયું હતું.જોકે રાઠીનો લેટેસ્ટ વીડિયો નેટીઝન્સ દ્વારા પસંદૃ કરવામાં આવ્યો ન હતો. ઘણા ચાહકોએ દૃીપિકા પાદૃુકોણનો બચાવ કર્યો હતો, અને કન્ટેન્ટ-ક્રિએટરના દૃાવાઓની ટીકા કરી હતી. એક વ્યક્તિએ લખ્યું કે ફાઇનલ કટમાં લાઇિંટગ મદૃદૃ કરે છે અને એડિિંટગ પણ થાય છે. મને નથી લાગતું કે તેને કોઈ ટ્રીટમેન્ટ મળી છે, બીજા ચાહકે કમેન્ટ કરી કે તેની નાનપણની તસવીરો જુઓ, તે એટલી બધી શ્યામ નહોતી. ભાગ્યે જ મીડયમ સ્કિન ટોન. તેથી તે ૨૦૦૦ ના દૃાયકાના ટેન ફેશન ટ્રેન્ડને અનુસરી રહી હતી જેમ કે ઐશ્ર્વર્યાએ ધૂમ ૨ માટે કર્યું હતું. એક ફેનએ લખ્યું કે તે ધુરંધરની વિરુદ્ધ હતો, તેથી સ્વાભાવિક રીતે તેણે બેસ્ટ ટાર્ગેટ પસંદૃ કર્યો હતો.
