રાજ્યની આધુનિક પરિવહન વ્યવસ્થાના પ્રહરી બસ ચાલકો છે : ભૂપ્ોન્દ્ર પટેલ
૨૦૨૭ સુધીમાં એસ.ટી. બસમાં દૃૈનિક મુસાફરી કરતા નાગરિકોની સંખ્યા ૩૦ લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક : હર્ષ સંઘવી
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ૩૦૮૪ ડ્રાયવર અન્ો ૧૬૫૮ હેલ્પર કક્ષાના ઉમેદૃવારોન્ો ગાંધીનગરમાં નિમણૂંકપત્ર એનાયત કર્યા હતા.
નિમણૂંક પત્ર એનાયત સમારોહના અધ્યક્ષસ્થાનેથી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માર્ગ વાહન વ્યવહાર નિગમની બસોના ડ્રાઈવર્સ છેવાડાના માનવી સુધી પહોંચે છે. એટલે આ બસ ચાલકો સલામત સવારીની સાથે સમયપાલનની મોટી જવાબદૃારીનું વહન કરીને રાજ્ય સરકારની ઇમેજ ઘડનારા મહત્વપૂર્ણ અંગ છે.
વડાપ્રધાનએ નાનામાં નાના માનવી સુધી રોડ-રસ્તા, વીજળી-પાણી, આરોગ્ય સેવા, બસ સેવા જેવી પાયાની સુવિધાઓ પહોંચે તેવો વિકાસ સુનિશ્ર્ચિત કર્યો છે.
રાજ્ય સરકારે વાહન વ્યવહારમાં જે આધુનિક સુવિધાઓ ઊભી કરી છે તેને સારી રીતે સાચવવાની મહત્વની જવાબદૃારી બસ ડ્રાઈવર્સ અને હેલ્પર્સના શિરે છે.
રાજ્યના નાગરિકોની સુખાકારી માટે ૩૬૫ દિૃવસ અને ૨૪ કલાક કાર્યરત વિભાગોના કર્મચારીઓને અભિનંદૃન પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને વીજળી વિભાગની જેમ એસ.ટી. નિગમના સૌ કર્મચારીઓની સેવાઓ વર્ષના ૩૬૫ દિૃવસ અને ૨૪ કલાક કાર્યરત રહે છે.
સંઘવીએ જણાવ્યું કે, દૃૈનિક અંદૃાજિત ૨૪ લાખ મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડતા એસટી નિગમે વર્ષ ૨૦૨૫ સુધી ૨૭ લાખ મુસાફરોને સેવા પૂરી પાડવા એક લક્ષ્યાંક નક્કી કર્યો હતો. હવે ૨૦૨૭ સુધીમાં આ લક્ષ્યાંકને વધારીને ૩૦ લાખ સુધી પહોંચાડવાનો સરકારનો સંકલ્પ છે.
