રાજકોટમાં 9,4, ગીરનાર પર્વત પર 7 ડિગ્રી પારો પહોંચતા પ્રવાસીઓ ઠર્યા: શિતલહેર ફુંંકાતા શહેરી જીવન પર ઠંડીની અસર
આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શિત લહેરોનું આક્રમણ યથાવત રહેવા પામ્યુ હતું. બર્ફીલા પવનો અને તિવ્ર ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા હતા. સર્વત્ર ટાઢોડા સામે રક્ષણ મેળવવા લોકો ગરમ વસ્ત્રો, તાપણાનો સહારો લેતા નજરે પડયા હતા. દરમ્યાન આજે પણ કચ્છનાં નલિયામાં સૌથી વધુ 9 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. જયારે રાજકોટમાં બર્ફીલા પવનો સાથે 10.1 ડિગ્રી લઘુતમ તાપમાનથી નગરજનો ઠર્યા હતા તથા ભુજમાં 10.ર ડિગ્રી, જામનગરમાં 11, અમરેલીમાં 11.6 અને ડિસામાં 11.4 ડિગ્રી તેમજ જુનાગઢ શહેરમાં 1ર ડિગ્રી તાપમાનથી લોકો અને ટાઢોડુ અનુભવ્યું હતું. ખાસ કરીને ગિરનાર પર્વત ઉપર 7 ડિગ્રી પારો પહોંચી જતા પ્રવાસીઓ ઠુંઠવાયા હતા.
જુનાગઢમાં ચાલુ વર્ષમાં સૌથી ઠંડો હીમ ભર્યો પવન ભારે ગતિથી ફુંકાઇ રહ્યો છે. આજે સવારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં નોંધાયેલા તાાપમાન મુજબ મેકસીમમ 13.ર ડિગ્રી મીનીમમ 1ર.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગિરનાર પર્વત ઉપર પવનની ગતિ સૌથી વધુ હોવાથી પ્રવાસીઓ ઠુંઠવાય જવા પામ્યા છે.
પ્રતિ કલાક ર0 કિ.મી.ની ઝડપે પવન ફુંકાય રહ્યો છે. ગિરનાર પર્વત ઉપર ઠંડી 7 ડિગ્રીએ પારો નીચે આવી જતા સહેલાણીઓ, પ્રવાસીઓને ભારે પવન સાથે ઠંડીમાં ઠુંઠવાય જવા પામ્યા હતો. વાતાવરણમાં ભેજ ઘટીને 71 ટકા નોંધાયો છે.
જ્યારે જામનગરમાં આજે સતત ચોથાદિવસે ઠંડીનું જોર જારી રહ્યું હતું.તેમાં લઘુતમ તાપમાનનો પારો 11 ડિગ્રી પહોંચતા શહેરીજનો ઠંડી થી ધ્રુજી ઉઠીયા હતાં.
જામનગર જિલ્લામાં ઠારના કહેરના કારણે ઠંડીનું મોજુ યથાવત રહ્યું છે. શહેરમાં ઠંડીનો પારો સીંગલ આંકડા નજીક 11 ડિગ્રી પહોંચી ગયો છે. જ્યારે સતત બીજા દિવસે ઠંડીનું જોર વધ્યું છે. આ સાથે પવનની ગતિ પ્રતિકલાક 5.6 કિમિ રહેતા શહેરીજન જીવન ઉપર ઠંડીની અસર જોવા મળી હતી. જામનગરમાં રાત્રે 9 વાગ્યા થી ઠંડીના લીધે લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું.જેથી સવારે 7 વાગ્યા સુધી રોડ ઉપર સુમસામ જોવા મળેલ હતા. જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં સીધો 2 ડિગ્રીના ઘટાડા સાથે પારો 11 ડિગ્રી પહોંચી ગયો હતો. શહેરમાં મહતમ તાપમાનમાં અડધા ડિગ્રીના ઘટાડા સાથે 25 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા રહ્યું હતું.તો પવનની ગતિ 5.6 કિમિ નોંધાઇ હતી. ભાવનગરમાં પણ લઘુતમ તાપમાન ઘટતા અને પવનની ઝડપ વધતા ઠંડીની તીવ્રતા વધી છે. ગોહિલવાડ પંથકમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આજે ગુરુવારે ભાવનગર શેનું લઘુત્તમ તાપમાન ઘટીને 14.6 ડિગ્રી નોંધાયું હતું. પવનની ઝડપ વધીને 10 કિમી પ્રતિ કલાકની થતા ઠંડીની તીવ્રતા વધી છે. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81% હતું. ઠંડીને કાલે રાત્રિના સમયે રસ્તા ઉપર લોકોની અવરજવર પણ પ્રમાણ માં ઓછી જોવા મળી રહી છે. ઠંડો પવન ફૂંકાતા લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડી રહ્યો છે.
આ ઉપરાંત આજે સવારે અમદાવાદમાં 14.4, વડોદરામાં 1પ, દમણમાં 1પ.6, ડિસામાં 11.4, દિવમાં 13.પ, દ્વારકામાં 14.6, ગાંધીનગરમાં 13.4, કંડલામાં 13, પોરબંદરમાં 13 અને વેરાવળ ખાતે 16.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
