વડાપ્રધાનના પ્રવાસ બાદ સંગઠનમાં નવરચનાની પ્રક્રિયા તેજ થવાની સંભાવના
ગુજરાતમાં ભાજપના જીલ્લા મહાનગરોના સંગઠન નવરચનાની પ્રક્રિયામાં હાલ સોમનાથ સ્વાભીમાન પર્વની વ્યસ્તતા આવી ગઈ છે પણ હવે તા.11 બાદ તે ગમે તે સમયે જાહેર થઈ શકે છે. આ ઉપરાંત ભાજપ ‘સર’ની કામમાં પણ આગળ વધી રહ્યો છે અને જે રીતે હવે રાજયમાં આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ પુર્વે નવા મતદારોને ઉમેરવાની પ્રક્રિયા શરુ થશે તેમાં ભાજપે બુથલેવલ સહિતનું આયોજન કર્યુ છે તથા દરેક બુથમાં મહતમ યુવા મતદારો જોડવામાં આવે તે પણ નિશ્ર્ચિત કરવામાં આવી રહ્યા છે જે સંબંધ આજે ‘કમલમ’માં એક બેઠકનું આયોજન કરાયું છે. તેમાં ભાગ લેવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પહોંચ્યા છે. જે સમયે મહાનગર સંગઠન નવરચનામાં જે રીતે ‘નવા’ નામો પ્રદેશ ભાજપે મંગાવ્યા હતા તે પણ સુપ્રત કરવામાં આવે અને તા.11 બાદ નવા સંગઠનની જાહેરાત કરવામાં આવે તેવી ધારણા છે.
