શરીરના નીચેના ભાગે અસહ્ય દુખાવો થતાં તાકિદે ટેસ્ટિક્યુલર ટોર્સનું ગોકુલ હોસ્પિટલમાં ઓપરેશન
વિજય હજારે ટ્રોફી રમવા માટે રાજકોટ આવેલા તિલક વર્માને અચાનક તીવ્ર દુ:ખાવો થતા અહીની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલીક સર્જરી કરવામાં આવી હોવાના અને આ કારણોસર ન્યુઝિલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાંથી બહાર થઇ ગયાના અહેવાલો મળી રહ્યા છે.
એશિયા કપ 2025 ફાઇનલમાં ભારતને વિજય અપાવનાર તિલક વર્માની સર્જરી થઈ છે. અહેવાલ મુજબ, તિલક 21 જાન્યુઆરીથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. જોકે, ઇઈઈઈંએ હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. તિલક એશિયા કપ ફાઇનલમાં 69 રનની શાનદાર અણનમ ઇનિંગ રમ્યો હતો અને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ટી20 વર્લ્ડ કપ પહેલા તેમની ઈજાને ભારતીય ટીમ માટે મોટો ફટકો માનવામાં આવે છે. વર્લ્ડ કંપની પ્રથમ બે મેચમાં તેમની ભાગીદારી શંકાસ્પદ છે. 7 જાન્યુઆરીની સવારે, રાજકોટમાં નાસ્તો કર્યા પછી, તિલકને અચાનક તેના શરીરના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો
થયો તેમને તાત્કાલિક ગોકુલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તપાસ બાદ તેમની સર્જરી કરવામાં આવી. તે સમયે, તિલક વિજય હજારે ટ્રોકી માટે હૈદરાબાદ ટીમ સાથે રાજકોટમાં હતા. ઇઈઈઈંના એક અધિકારીએ ઙઝઈંને જણાવ્યું કે દુખાવો અનુભવાતા તેમને તાત્કાલિક ગોકુલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.
તિલક ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ છે. આ જ ટીમ ટી-20 વર્લ્ડ કપમાં રમશે. ન્યુઝીલેન્ડ સામેની ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમની પણ ટી20 વર્લ્ડ કપ માટે પસંદગી કરવામાં આવી છે ? ટી20 વર્લ્ડકપ 7 ફેબ્રુઆરીએ કોલંબોમાં શરૂ થશે.
