ગુજરાત સારસવત સન્માન સમારોહમાં પોરબંદર જિલ્લાના શિક્ષકોને એવોર્ડ થયા અર્પણ

નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા થયું હતું આયોજન:શિક્ષણ જગતે કરી અભિનંદન વર્ષા

પોરબંદરના શિક્ષકોને પાલનપુર ખાતે એવોર્ડ અર્પણ થયા હતા. નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાત સારસવત સન્માન અને સ્નેહમિલન-2026 સન્માન કાર્યક્રમ યોજાયો હતો.રાજ્યના ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ધ સ્કુલ ઓફ સાયન્સ પાલનપુર અને નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા ગુજરાત રાજ્યના 34 જિલ્લાના શિક્ષકોને સન્માનિત કરવા માટે ગુજરાત સારસ્વત સન્માન અને એવોર્ડ આપવામાં આવ્યા જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના શ્રી અણિયારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાવિન કાનજીભાઈ કોરીયા તેમજ પોરબંદરના શ્રી બિલડી સીમ શાળા બે બખરલાના શિક્ષિકા હર્ષાબેન હિંમતસિંહ પઢિયારને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં રાજકુંવરબા, અનિકેત ઠાકર ધારાસભ્ય પાલનપુર, શાંતિભાઈ જોશી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, સંત-મહંતો તખુભાઈ સાંઢસર. સંજયભાઈ દવેની ખાસ હાજરી જોવા મળીહતી.

રિલેટેડ ન્યૂઝ