નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દૃાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ૨૦૨૬માં ભાગ લેવા જશે.
વિશ્ર્વના નિષ્ણાતો સમક્ષ વિકસિત ગુજરાતનો રોડમેપ રજૂ કરશે
ગુજરાતને વૈશ્ર્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ‘વિકસિત ગુજરાત જ્ર૨૦૪૭ના સંકલ્પને વૈશ્ર્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે.
તા.૧૯ થી ૨૩ જાન્યુઆરી દૃરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતની સહભાગીતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દૃર્શાવે છે.
આ પ્રવાસ દૃરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચિંરગ, ટેક્સટાઈલ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેિંસગ, કેમિકલ્સ, શિિંપગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે વિશ્ર્વના ટોચના ઉદ્યોગપતિઓ અને નેતાઓ સાથે ૫૮ (૫૮) જેટલી હાઈ-લેવલ ‘વન-ટુ-વન બેઠકો યોજશે.
ફોરમમાં રોકાણ આકર્ષવા ઉપરાંત, વૈશ્ર્વિક નીતિવિષયક ચર્ચાઓમાં પણ ગુજરાતનો અવાજ બુલંદૃ રહેશે.
હર્ષ સંઘવી વિવિધ પ્રતિષ્ઠિત સત્રોમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને ગુજરાતનું વિઝન રજૂ કરશે. તેઓ ‘નવી ભૌગોલિક-આર્થિક વ્યવસ્થામાં ભારત, ‘સ્પોર્ટ્સની શક્તિ: ભવ્યતાથી વારસા તરફ, ‘કોલ ટુ ક્લીન ઇનિશિયેટિવ અંતર્ગત એનર્જી ટ્રાન્ઝિશન, ‘મિશન વોટર દ્વારા જળ સુરક્ષા અને ‘સસ્ટેનેબિલિટી જેવા વિષયો પર ગુજરાતના સફળ વિકાસ મોડલની વાત દૃુનિયા સમક્ષ મૂકશે.
આ સત્રો દ્વારા ગુજરાત પોતાની વિકાસગાથાને વૈશ્ર્વિક ફલક પર ઉજાગર કરશે.
